HIV એઇડ્સ અંતર્ગત સેમિનાર: મહેસાણામા સોમનાથ મહાદેવ ખાતે HIV એઇડ્સ અંતર્ગત સેમિનાર યોજાયો, 100 જેટલા યુવા કાર્યકર ઉપસ્થિત રહ્યા – InfowayTechnologies

મહેસાણા24 મિનિટ પહેલા
- કૉપી લિંક
મહેસાણા શહેરમાં આવેલા સોમનાથ મહાદેવ ખાતે ઓરીએન્ટલ યુવા કાર્યકરો દ્વારા HIV એઇડ્સ અંતર્ગત સેમિનાર યોજવામાં આવ્યો.આ સેમિનારના HIV અને જાગૃતિ ફેલાવવી તેમજ સરકાર દ્વારા HIV અંતર્ગત મળતી સહાય થતા વિકૃતિ માર્ગદર્શન ભાવેશભાઈ રાણા દ્વારા અપાયુ હતું.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઝોન સંયોજક ગુજરાત રાજ્ય યુવક બોર્ડ વિશાલભાઈ ગજ્જર તથા જિલ્લા યુવા અધિકારી નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા પંકજ ભાઈ મારેચા તથા પ્રિન્સભાઈ (ભવાનીભાઈ )સામાજિક કાર્યકર તથા એડ્સ કંટ્રોલ સોસાયટી મહેસાણા જિલ્લાના કો-ઓર્ડીનેટર ભાવેશભાઈ રાણા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ સમગ્ર આજુબાજુના તાલુકાના કુલ 100 જેટલા જુના તથા નવા યુવા કાર્યક્રમ કરો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સંચાલન દેવરાજભાઈ ગાંધી તથા સુનિલભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમની આભાર વિધિ અનુબેન પરમાર રાષ્ટ્રીય યુવા કાર્યકર દ્વારા કરવામાં આવી હતી.
Source link