Uncategorized

AMC કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા: અધિકારીઓએ હવે સવારે સાત વાગ્યાથી જ ફિલ્ડમાં નીકળવું, ગેરેજો અને સર્વિસ સ્ટેશનના ગેરકાયદેસર કનેક્શનો કાપો – InfowayTechnologies

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • The Estate Department Officials Have Now Started Field Work From 7 Am Onwards, Cutting Illegal Connections To Garages And Service Stations.

અમદાવાદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા આજે રીવ્યુ બેઠકમાં ઇજનેર ખાતા અને એસ્ટેટ વિભાગની સમીક્ષા કરી હતી અને અધિકારીઓનો ઉધડો લીધો હતો. રીવ્યુ બેઠક દરમિયાન વિભાગના અધિકારીઓને તેઓએ પૂછ્યું હતું કે તમે વોર્ડમાં કેટલા વાગે રાઉન્ડ લો છો તો તેઓ અધિકારીઓએ 10 વાગ્યાથી જઈએ છીએ તેમ કહ્યું હતું. જેથી ડેપ્યુટી કમિશનરને તેઓએ સૂચના આપી હતી કે એસ્ટેટ વિભાગનો અલગથી સર્ક્યુલર કરી દો. હવે સવારે સાતથી નવ વાગ્યા સુધી રાઉન્ડ લઈ અને પછી જ ઓફિસે જવા સૂચના આપી હતી. શહેરમાં આવેલા વાહનોનાં ગેરેજ અને સર્વિસ સ્ટેશનોમાં ગેરકાયદે વોટર કનેકશન કાપવાની ઝુંબેશ શરૂ કરવા ઇજનેર વિભાગને તાકીદ કરી હતી.

અધિકારીઓએ વોર્ડ વિસ્તારમાં ફરીને પછી જ ઓફિસમાં જવાનું
એસ્ટેટ વિભાગના અધિકારીઓનો ઉધડો લેતા તેઓ જણાવ્યું હતું કે ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં છે અને તેની અરજીઓ ખૂબ જ ઓછી આવી છે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેકટ ફીનાં કાયદાની મુદત વધારવામાં આવી છે તો હોસ્પિટલો સહિત ગેરકાયદે બાંધકામો જે નિયમિત થઇ શકે તેમ હોય તેમને જઇ સમજાવો અને કાયદાનો લાભ આપો. એસ્ટેટ ખાતાનાં અધિકારીઓને સવારે કેટલા વાગ્યે રાઉન્ડમાં નીકળો છો તેવો સવાલ કરતાં અધિકારીઓએ 10 વાગ્યે તેવો જવાબ આપતાં જ કમિશનરે તરત જ ડેપ્યુટી કમિશનરને કહ્યું કે, એસ્ટેટ ખાતા માટે પણ અલગથી સરક્યુલર કરી દો અને સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી વોર્ડ વિસ્તારમાં ફરીને પછી જ ઓફિસમાં જવાનું રહેશે.

વાહનો પાણીથી ધોઇ આપતાં સર્વિસ સ્ટેશનોની સંખ્યા વધી
શહેરનાં અનેક વિસ્તારોમાં વાહનો પાણીથી ધોઇ આપતાં સર્વિસ સ્ટેશનોની સંખ્યા વધી ગઇ છે અને તેમાં ગ્રીસ, ઓઇલ અને રેતી જેવો કચરો સીધો ગટરમાં જતો અટકાવવા માટે કેચપીટ બનાવવામાં આવતી નથી. અનેક સર્વિસ સ્ટેશનોમાં મોટી અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવીને ગેરકાયદે મોટા કનેકશન લેવામાં આવેલાં છે. કેટલીક જગાએ ગેરકાયદે બોર બનાવીને રહેણાંકનાં કનેકશનોમાંથી જોડાણો લઇને પાણીનો સંગ્રહ કરતાં હોય છે. આવા ગેરકાયદે કનેકશન કાપવા માટે અગાઉ પણ ઇજનેર ખાતાને સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેનો 50 ટકા પણ અમલ થયો નથી. તમામ બાબતોને લઈ અને ઇજનેર ખાતાના અધિકારીઓનો તેઓ લઈ લીધો હતો અને તાત્કાલિક ધોરણે આ બાબતે કાર્યવાહી કરવા અને કેચપ બનાવડાવવા સૂચના આપી હતી.

અધિકારીઓને સિંગલ ટોયલેટ બનાવવાની સૂચના
મ્યુનિસિપલ કમિશનરે જુદા જુદા વિસ્તારોમાં રાઉન્ડ દરમિયાન જોયુ હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ટોયલેટ અને પે એન્ડ યુઝમાં સ્વચ્છતાનો અભાવ હોય છે તેથી તેમણે ઇજનેર અધિકારીઓને દર મહિનાનાં પહેલા મંગળવારે રાઉન્ડ લેવા અને જરૂરી પગલા લેવાની તાકીદ કરી હતી. તદઉપરાંત તેમણે નાગરિકો રોડ ઉપર ખાસ કરીને સબ સ્ટેશન જેવી જગ્યાનાં ખૂણામાં ઉભા રહીને પેશાબ કરતાં હોય છે, તેમના માટે ઇજનેર અધિકારીઓને સિંગલ ટોયલેટ બનાવવાની સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button