હોળીમાં PM મોદી છવાયા: સુરતના ટેક્સટાઈલ વેપારીઓએ હોળીના તહેવારને લઈને ગીત તૈયાર કર્યું, ‘પૂરી દુનિયા પર મોદીજી ભારી હૈ, જીત કા સિલસિલા યે 2024 મે ભી જારી હૈ…’ – InfowayTechnologies

- Gujarati News
- Local
- Gujarat
- Surat
- Textile Traders Of Surat Prepared A Song For The Festival Of Holi, ‘Puri Duniya Par Modiji Bhari Hai, Jeet Ka Silsila Yeh 2024 May’
સુરત14 મિનિટ પહેલા
સુરતમાં લાખોની સંખ્યામાં રાજસ્થાની પરિવારો વસવાટ કરે છે. વર્ષોથી આ પરિવારો સુરતમાં રહેતા હોવાને કારણે હવે સુરતને જ કર્મભૂમિ બનાવી દીધી છે. સુરત શહેરની અંદર હોળી ધુળેટીના તહેવાર માટે ટેક્સટાઇલ માર્કેટમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળતો હોય છે. રાજસ્થાની વેપારીઓ અનોખી રીતે ઉજવણી કરતા હોય છે. આ વખતે ધુળેટીને લઈને વિશેષ ગીત તૈયાર કરવામાં આવ્યું છે. પૂરી દુનિયા પર મોદીજી ભારી હૈ, જીત કા સિલસિલા યે 2024 મે ભી જારી હૈ… ગીત પર વેપારીઓ ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે.
હોળી ફાગમાં લોકગીત ગાવાનો રિવાજ
સુરતમાં ધુળેટીના અનેક રંગો સાથે પીએમ નરેન્દ્ર મોદી અને રશિયા તેમજ યુક્રેન યુદ્ધના ગીત સાંભળવામાં લોકોને મળી રહ્યા છે. આ ગીત સુરતના હોળી દિવાના ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. સુરતમાં રહેતા કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવાઓએ હોળી પર્વ પર ખાસ ગીત તૈયાર કર્યું છે. જેમાં પીએમ મોદી ચાલી રહેલા યુદ્ધમાં મધ્યસ્થી કરે અને યુદ્ધ વિરામ આવે તેવી માંગ સાથે ગીત તૈયાર કર્યું છે. એટલું જ નહીં આ ગીતમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2024માં થનાર લોકસભા ચૂંટણીમાં ફરીથી નરેન્દ્ર મોદી તમામ વિપક્ષ ઉપર ભારી પડશે.
દિવાના ગ્રુપમાં અંદાજે 100 જેટલા યુવાનો છે.
હોળીના તહેવારમાં યુવાનોમાં ઉત્સાહ
દિવાના ગ્રુપના સભ્ય અતુલ મોહતાએ જણાવ્યું હતું કે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા યુવા વેપારીઓ દર વર્ષે હોળીનો તહેવાર ખૂબ જ રંગે ચંગે ઉજવતા હોય છે. દિવાના ગ્રુપમાં અંદાજે 100 જેટલા યુવાનો અમે એકત્રિત થયા છે જે દર વખતે કંઈક નવું લોકગીત તૈયાર કરીએ છીએ. આ વખતે જે લોકગીત તૈયાર કર્યું છે. તેમાં અમારા શબ્દો છે કે આ વખતે નરેન્દ્ર મોદી ફરીથી તમામ વિપક્ષ ઉપર ભારી પડશે. રાજસ્થાની પરંપરામાં લોક સાહિત્યને ખૂબ મોટું સ્થાન છે અને વિશેષ કરીને હોળીના તહેવાર દરમિયાન લોકગીત ગાવાનો રિવાજ છે. તે પરંપરાને અમે અમારા વતનથી દૂર રહીને સુરતને કર્મભૂમિ બનાવીને અહીં જ આ પરંપરાને આગળ વધાવી રહ્યા છે.

હોળી પર દરવર્ષે ગીત બનાવે છે.
યુવાનોમાં મોદીની લોક ચાહના વધી છે
ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દિનેશ રાજપુરોહિત મૂળ રાજસ્થાનના છે. તેમણે જણાવ્યું કે સુરત શહેરમાં દર વખતે હોળીનો તહેવાર ખૂબ દબદબાભેર ઉજવવામાં આવે છે. હાલ દેશની જે પરિસ્થિતિ ઉભી થઈ છે ખાસ કરીને યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન જે રીતે ફસાયેલા ભારતીયોને નરેન્દ્ર મોદીએ હેમખેમ પરત લાવ્યા હતા. તેનો ઉલ્લેખ યુવાનો દ્વારા ગીત તૈયાર કરવામાં આવ્યું છે. દિવાના ગ્રુપ દ્વારા 2019માં પણ લોકગીત તૈયાર કરવામાં આવ્યો હતો તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખીને યુવાનો દ્વારા બનાવ્યું હતું.

PM મોદી અંગે બનાવેલા ગીત પર જમાવટ.
રાજસ્થાની સંસ્કૃતિની મહેક
રાજસ્થાનથી સેંકડો કિલોમીટર દૂર સુરત શહેરમાં રહીને પણ રાજસ્થાનની પરંપરાગત હોળી સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ સુરતના રાજસ્થાની યુવાનો કરી રહ્યા છે. 18થી 36 વર્ષના યુવાનોનું ગ્રુપ ‘હોળી દીવાના ગ્રુપ’ યુવાનોને હોળી, ચાંગ, ઢોલ, નગાડે સાથે જોડીને લુપ્ત થતી રાજસ્થાની સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અગત્યની વાત એ છે કે આ તમામ સભ્યો કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને અલગ અલગ સોસાયટીઓમાં જઈ રાજસ્થાની વાદ્યોનો ઉપયોગ કરીને હોળીના પરંપરાગત ગીતોના કાર્યક્રમો નિઃશુલ્ક કરે છે. રાજસ્થાની સમાજ દ્વારા રંગે ચંગે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે જેનો માહોલ પાંચ દિવસ સુધી ટેસ્ટ માર્કેટમાં જોવા મળે છે.
Source link