Uncategorized
હીટ એન્ડ રન: વાગરા તાલુકામાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા બાઈકસવાર યુવાનનું મોત – InfowayTechnologies

ભરૂચએક કલાક પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
વાગરા તાલુકાના નંદરખાથી પખાજણ વચ્ચે કેનાલ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
વાગરાની દાળ મીલ સામે આવેલ અપનાનગર સોસાયટીમાં રહેતા 36 વર્ષીય જાવીદ કનું સિંધા ગતરોજ સાંજના સમયે પોતાની મોટર સાઈકલ નંબર- GJ16 DD 7810 લઇ વાગરા તાલુકાના નંદરખાથી પખાજણ ગામ વચ્ચે કેનાલ રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન કેનાલ રોડ ઉપર પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે જાવીદ સિંધાની બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઈજાઓને પગલે યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે વાગરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે…
Source link