Uncategorized

સાયન્સ ફેર: અંધને રસ્તામાં અડચણ આવે તો એલર્ટ આપશે સ્માર્ટ શૂઝ, કાર ઘર પાસે આવે ત્યારે દરવાજો ઓટોમેટિક ખૂલી જશે – InfowayTechnologies

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Smart Shoes Will Alert The Blind If There Is An Obstacle On The Road, The Door Will Open Automatically When The Car Approaches The House.

રાજકોટ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે જિલ્લાની 100થી વધુ સ્કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન, વૈજ્ઞાનિક અભિગમ કેળવતી સ્પર્ધા યોજાઇ
  • વિદ્યાર્થીઓએ લોકોને અચંબિત કરી દેતા અવનવા પ્રોજેક્ટ રજૂ કર્યા

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની શાળાઓમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાની 100થી વધુ શાળાઓમાં બુધવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે સાયન્સ ફેર, વિજ્ઞાન મેળા, વિજ્ઞાન વિષયના સેમિનાર અને વર્કશોપ, વિજ્ઞાનના જુદા જુદા પ્રોજેક્ટ, વિજ્ઞાન વિષય સંબંધિત ક્વિઝ, નિબંધ સ્પર્ધા સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. શાળાઓમાં યોજાયેલા સાયન્સ ફેરમાં પણ વિદ્યાર્થીઓએ અવનવા પ્રોજેક્ટ રજૂ કરીને જોનારને અચંબિત કરી દીધા હતા.

અંધ વ્યક્તિને રસ્તામાં કોઈ વસ્તુ કે અડચણ આવે તો એલર્ટ આપતા સ્માર્ટ શૂઝ વિદ્યાર્થીઓએ બનાવ્યા હતા. આ ઉપરાંત ઘરના ગેટ પાસે કાર આવતા જ ઘરનો દરવાજો સેન્સરની મદદથી ઓટોમેટિક ખૂલી જાય તેવો પ્રોજેક્ટ બનાવ્યો હતો. આવા અનેકવિધ પ્રોજેક્ટ શહેરની આર્ટ ગેલેરીમાં ક્રિષ્ના સ્કૂલના યોજાયેલા સાયન્સ ફેરમાં વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. અલગ-અલગ 100થી પણ વધારે પ્રોજેક્ટ અને 30થી પણ વધારે વૈજ્ઞાનિકોના કેરેક્ટર રજૂ કરવામાં આવ્યા હતા.

સ્માર્ટ શૂઝ
પ્રોજેક્ટ સ્માર્ટ શૂઝમાં કોઈ અંધ વ્યક્તિ સેન્સરના કારણે તેમની આગળ કંઈક વસ્તુ પડેલી છે. તેની જાણ થાય છે. સેન્સરનો અવાજ આવે છે અને દુર્ઘટનાથી બચી જાય છે. અને તેમાં વાઈબેટિંગ સિસ્ટમ પણ જોઇન્ટ કરેલ છે. એટલે આંધળાની સાથે બહેરા હોય તો પણ તેને ઉપયોગી થાય છે.

સ્માર્ટ હાઉસ
આ પ્રોજેક્ટમાં એવા ઘરની કલ્પના કરવામાં આવી હતી જેમાં ઘરમાં કોઈપણ કાર્ય ટેક્નોલોજીના માધ્યમથી થાય. અલગ-અલગ સેન્સર ચિપનો ઉપયોગ કરી મહેનત અને બળ ઘટાડી કાર્યને સરળતાથી કરવાનો હેતુ આ પ્રયોગમાં હતો. આ પ્રયોગમાં કાર પાર્કિંગ સેન્સર, ફાયર સેન્સર, ટચ સેન્સર તેમજ એલાર્મનો ઉપયોગ કર્યો છે.

એક્સિડન્ટ પ્રિવેન્શન
આ પ્રોજેક્ટમાં અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને જંગલના વિસ્તારોમાં પ્રાણીઓના એક્સિડન્ટ રોકવા માટે ઉપયોગી છે. જ્યારે પણ આવા વિસ્તારોમાં ટ્રેન આવવાની હોય ત્યારે આ સાઉન્ડ ઓન કરવાથી પ્રાણીઓને ઈરિટેશન થવાથી તેઓ ટ્રેનના પાટા પરથી હટી જાય અને અકસ્માતથી બચી શકે છે.

લોકવિજ્ઞાન કેન્દ્ર અને સાયન્સ સેન્ટરમાં પણ કાર્યક્રમો યોજાયા
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અન્વયે લોક વિજ્ઞાન કેન્દ્રમાં મિનિએચર વર્કિંગ મોડેલનું પ્રદર્શન ખુલ્લું રખાયું હતું. વિદ્યાર્થીઓ માટે ખુલ્લા રાખેલા આ પ્રદર્શનમાં રોજબરોજના જીવનમાં વાપરતા વિવિધ યંત્રો, ઉપકરણો, વાહનો અને મશીનોના મિનિએચર વર્કિંગ મોડેલ રખાયા હતા જેને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોવા માટે ઊમટ્યા હતા. આ ઉપરાંત શહેરની ભાગોળે આવેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં પણ વિજ્ઞાન દિવસ નિમિત્તે શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button