Uncategorized

શિકાર કરવા જતો શખ્સ ઝડપાયો: પાટડીના કચોલીયા ગામેથી દેશી મજર લોડ બંદુક સાથે પોલીસે એક યુવકને દબોચ્યો – InfowayTechnologies

સુરેન્દ્રનગર21 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટડી તાલુકાના કચોલીયા ગામેથી દેશી મજર લોડ બંદુક સાથે શખ્સ ઝડપાયો હતો. બજાણા પોલીસે સીમમાં શિકાર કરવા જતા યુવાનને દબોચી લીધો હતો.

બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે છટકું ગોઠવી પાટડી તાલુકાના કચોલિયા ગામે અચાનક દરોડો પાડ્યો હતો. બજાણા પોલીસે આ દરોડામાં કચોલીયા ગામના રાહુલ વિનોદભાઇ ચાવડાને સીમમાં શિકાર કરવા જતા ગેરકાયદેસર હાથ બનાવટની સિંગલ બેરલની મજર લોડ બંદુક (હથીયાર) સાથે ઝબ્બે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, એમ.બી.ડોડીયા અને કે.જે.ચાવડા, પંકજકુમાર અને ધ્રુવરાજસિંહ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button