વીજ કરંટથી મૃત્યુ પામ્યાની આશંકા: લીલેસરા ગામના બુધવારથી લાપતા થયેલા કાકા ભત્રીજાના મૃતદેહો અવાવરું કુવામાંથી મળી આવતા ભારે ચકચાર – InfowayTechnologies
પંચમહાલ (ગોધરા)35 મિનિટ પેહલા
- કૉપી લિંક

ગોધરા શહેરને અડીને આવેલા લીલેસરા ગામના મેઘવાડ ફળીયામાંથી ગત બુધવારના રોજ લાપતા થયેલા કાકા ભત્રીજાના મૃતદેહો એક ખેતરના કુવામાંથી આજ સવારમાં મળી આવતા તરેહ તરેહની ચર્ચાઓથી ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.
જો કે આ ઘટનાની ખબરો સાથે ગોધરા બી ડિવિઝનના પોલીસ તંત્રના કાફલાએ કાકા ભત્રીજા ધનાભાઈ પૂજાભાઈ મેઘવાડ (ઉ.વ.37) અને મનોજ ગોવિંદભાઈ મેઘવાડ (ઉ.વ.28)ના મૃતદેહો કુવાના પાણીમાંથી બહાર કાઢીને કાયદેસર તપાસો હાથ ધરી છે.

શહેરને અડીને આવેલા લીલેસરા ગામના મેઘવાડ ફળીયામાં રહેતા કાકા ભત્રીજા ધનાભાઈ મેઘવાડ અને મનોજ મેઘવાડ ઘરે નહિ આવતા ગત બુધવારના રોજથી આ બંને શોધવા માટે સ્વજનો દોડાદોડ કરતા હતા. આજ સવારે ઈસ્માઈલના ખેતરના કૂવામાં બે ઈસમોના મૃતદેહ દેખાતા હાથ ધરાયેલા ઓપરેશનમાં આ બંને મૃતદેહો બહાર કાઢવામાં આવતા બંને કાકા ભત્રીજાની ઓળખ કરાઈ હતી.
આ ચોંકાવનારા બનાવની ચર્ચાઓ એવી છે કે, કોઈકના ખેતરની ફરતે વહેતા કરાયેલા વિજ કરંટની અડફેટમાં આવી ગયેલા કાકા ભત્રીજા વીજ કરંટથી મૃત્યુ પામ્યા હશે. આ ઘટનાથી ગભરાઈ ગયેલા અજાણ્યા ચહેરા દ્વારા કાકા ભત્રીજાના મૃતદેહોને કુવામાં ફેંકી દીધા હોવા જોઈએની આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.
Source link