Uncategorized
વિવાદ: વાડીમાં પુછયા વગર આવતા નહી કહી ફોરેસ્ટરને માર માર્યો – InfowayTechnologies
અમરેલી10 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ધારી તાલુકાનાં માણાવાવ સીમ વિસ્તારની ઘટના
- વિખુટા પડી ગયેલા સિંહબાળને શોધવા સીમમાં ગયા હતા
ધારી તાલુકાના માણાવાવની સીમમા આવેલ એક વાડીમા ફોરેસ્ટ કર્મચારી માતાથી વિખુટા પડી ગયેલા સિંહબાળની શોધખોળ કરવા ગયા હતા ત્યારે વાડી માલિકે પુછયા વગર વાડીમા આવવુ નહી કહી મારમારી ફરજમા રૂકાવટ કરી હતી.
ફોરેસ્ટર અનીલભાઇ બાલુભાઇ રાઠોડે ધારી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ફોરેસ્ટ ગાર્ડ પ્રકાશભાઇ ગોસાઇ સાથે માતાથી વિખુટા પડી ગયેલા સિંહબાળની શોધખોળ માટે માણાવાવની સીમમા ગયા હતા. અહી વનરાજ ઉર્ફે કાળાભાઇ બચુભાઇ વાળાએ મારી વાડીએ મને પુછયા વગર આવવુ નહી કહી બોલાચાલી કરી હતી.
આ શખ્સે ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી. તેમજ ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત મારી નાખવાની ધમકી આપી ફરજમા રૂકાવટ કરી હતી. બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ આર.એ.સિંધવ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Source link