Uncategorized

વિદ્યાર્થી સંગઠન-પોલીસ વચ્ચે ઘર્ષણ: ગુજરાત યુનિ.માં સ્ટુન્ડ ફેસિલિટેશન સેન્ટર બાબતે વિરોધ દરમિયાનનો બનાવ, 400 અરજી પેન્ડિંગ રહેતાં પ્રદર્શન – InfowayTechnologies

અમદાવાદ16 મિનિટ પહેલા

ગુજરાત યુનવર્સિટી દ્વારા ડીગ્રી,માઇગ્રેશન, તથા માર્કશીટ વેરીફિકેશન, વગેરે સર્ટિફિકેટ નું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે.એજન્સી દ્વારા અનેક પ્રકારના ફી વધારા લેવામાં આવે છે છતાં એ જે કામ પહેલા જે સિસ્ટમ દ્વારા કરવામાં આવતું હતું એટલા દિવસોમાં થાય છે તો આ એજન્સીને ફાયદો કરાવવા માટે યુનિવર્સિટીએ કામ આપ્યું હોવાના આક્ષેપ સાથે NSUI એ આજે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કર્યો હતો.વિરોધ દરમિયાન પોલીસ અને NSUI ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.

NSUI દ્વારા અગાઉ કુલપતિને રજુઆત કરવાંમાં આવી ત્યારે કુલપતિ દ્વારા 15 દિવસની અંદર તમામ પેન્ડિગ અરજીઓનો નિકાલ કરવાની બહેધારું આપવામાં આવી હતી.પરંતુ આજે પણ 400થી વધારે અરજીઓ પેન્ડીગ છે અને વિદ્યાર્થીઓ પાસેથી ખોટી રીતે ફી લેવામાં આવી રહી છે.ફી આપ્યા છતાં વિદ્યાર્થિઓને રોજ રોજ હેરાન થવાનું આવે છે જેના વિરોધમા NSUIએ ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉગ્ર આંદોલન કર્યું હતું.

NSUI દ્વારા ખાનગી કંપનીના કર્મચારીઓનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ પહોંચતા પોલીસ અને NSUI ના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.પોલીસ દ્વારા NSUI ના કાર્યકરોને રોકવામાં આવતા NSUI ના કાર્યકરી ઉશ્કેરાયા હતા.ત્યારબાદ કાર્યકરો ત્યાં જ નીચે બેસીને નારા બાજી કરી રહ્યા હતા.

NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે અગાઉ કરતા વધારે ફી લઈને પણ કામ થતું નથી.NSUI વિરોધ કરવા આવ્યું તો લોકશાહીમાં વિરોધ કરવાનો હક પણ છીનવાઈ ગયો હોય તેમ પોલીસ દ્વારા વિરોધ કરવા દેવામાં આવતો નથી જેના કારણે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button