વહીવટદારોની નિમણૂક: સાંતલપુરની વધુ 13 ગ્રા.પં.માં સરપંચોની મુદ્દત પૂર્ણ થતા વહીવટદારોની નિમણૂક કરાઈ – InfowayTechnologies

પાટણ29 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચુંટણીનો મામલો ગુંચવાયો છે. જેના પગલે ગત ડિસેમ્બર માસથી એક પણ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. જેથી ગ્રામ પંચાયતોમાં તલાટીઓને વહીવટદાર તરીકે નિમવામાં આવ્યાં છે. એક તરફ સાંતલપુર તાલુકામાં તલાટીઓની ઘટ છે કેટલાક તલાટીઓને બે કે તેથી વધુ ગ્રામ પંચાયતનો ચાર્જ છે.જેમાં પહેલા 19 ગ્રામ પંચાયત બાદ વધુ 13 ગામ પંચાયતોમાં સરપંચોની મુદ્દત પુર્ણ થતા કામનુ ભારણ વધ્યું છે.
સાંતલપુર તાલુકામાં કુલ 32 ગ્રામ પંચાયતોમાં વહીવટદારો ગામ પંચાયતોની ચૂંટણીઓ નહી યોજાય ત્યાં સુધી વહીવટદારો ગ્રામ પંચાયતોનો ચાર્જ સંભાળશે. જેના પગલે વિકાસના કામો અટકશે તેવી દહેશત ઉભી થવા પામી છે. ગત ડિસેમ્બર માસ બાદ એક પણ ગ્રામ પંચાયતમાં ચૂંટણીઓ યોજાઈ નથી. પંચાયતો અને નગરપાલીકામાં મુદત પૂરી થતા વહિવટદારો નિમવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ઓબિસી રિઝર્વેશન માટે કમિશનની રચના કરી છે. કમિશનના રિપોર્ટ બાદ ચુંટણીનુ કોકડુ ઉકેલાશે હજુ ગ્રામ પંચાયતની ચૂંટણી બે થી ત્રણ મહિનામાં યોજવાની અસમંજસ જેવી સ્થિતિ છે.
Source link