લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો: ગાંધીનગરનાં એસ.ટી ડેપોની પાછળ યુવાનને લૂંટી લેનાર બાવરી ગેંગ હોવાનો ઘટસ્ફોટ, એક સાગરિતની 16 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ – InfowayTechnologies
ગાંધીનગર24 મિનિટ પેહલા
- કૉપી લિંક

ગાંધીનગરનાં એસ.ટી ડેપોની પાછળનાં સર્વિસ રોડ પર વીસેક દિવસ અગાઉ યુવાનને બાનમાં લઈ ચાંદીનું લકી, લેપટોપ સહિતના મુદ્દામાલની લૂંટ કરનાર બાવરી ગેંગ હોવાનો એલસીબીએ ઘટસ્ફોટ કર્યો છે, સમગ્ર મામલે એક સાગરિતને દબોચી લઈ 16 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
ગાંધીનગરના એસ.ટી ડેપોની પાછળનાં સર્વિસ રોડ પર યુવાનને આંતરીને છરીની અણીને ત્રણ લૂંટારૂઓએ ચાંદીની લકી, લેપટોપ, સ્માર્ટ વોચ સહિતનાં મુદ્દામાલની લૂંટ અંગે સેકટર – 7 પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. જે મામલે રેન્જ આઈજી વીરેંદ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ મિલ્કત સંબંધી અનડીટેક ગુનાનો ભેદ ઉકેલવા એલસીબી પીઆઈ ડી બી વાળાને ખાસ તાકીદ કરાઈ હતી.
જે અન્વયે એલસીબીની અલગ અલગ ટીમો એક્ટિવ કરી પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું હતું. એ દરમ્યાન મળેલી બાતમીનાં આધારે મુકેશ કિશનભાઈ નવલદાસ બાવરી (મારવાડી),(રહે, હાલ. ભદરેશ્વર, જોગણીમાતાનો મંદીરના કાચા છાપરા, સરદારનગર, અમદાવાદ. મુ.રહેવાસી, ગામ. ઓડા, તા.જી,શીરોઈ, રાજસ્થાન) ને લૂંટનાં મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
જેની પૂછતાંછમાં તેણે કબુલાત કરેલ કે, મૂકેશ બાવરી તેના સાગરિતો વિનોદ ઉર્ફે મેડી તથા વિનોદનો સાળો આજથી વીસેક દીવસ પહેલા બાઇક લઇ ગાંધીનગર આવ્યા હતા અને ગાંધીનગર પથીકા બસ સ્ટેન્ડ પાછળના ભાગે આવેલ રોડ ઉપરથી એક છોકરાને ઉભો રાખી તેની પાસેથી ઉપરોકત મુદ્દામાલ લૂંટી ભાગી ગયા હતા. વધુમાં મૂકેશનો ગુનાહિત ઇતિહાસ જોતા અગાઉ માણસા, દહેગામ, અડાલજ, સરદારનગર, શહેર કોટડા તેમજ હિંમતનગરમાં 7 ગુના નોંધાયેલ છે. તેમજ શહેર કોટડા પોલીસ મથકમાં પાસા હેઠળ પણ પકડાયો હતો. આ બાવરી ગેંગ એકલદોકલ વ્યક્તિને ટાર્ગેટ કરી નકલી નોટોના બંડલ બતાવી છળકપટથી ચોરી અને છેતરપિંડી આચરતી હોવાની મોડસ ઓપરેન્ડી પણ ધરાવે છે.
Source link