Uncategorized

રાજકોટ સમાચાર: મતદાનની ઉંમર ન હોવા છતાં શાળાની બાળાઓએ નાટકનાં માધ્યમથી લોકોને જાગૃત કર્યા – Rajkot News – InfowayTechnologies

રાજકોટ7 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટમાં મતદાનની ઉંમર ન હોવા છતાં શાળાની બાળાઓએ નાટકનાં માધ્યમથી લોકોને જાગૃત કર્યા હતા. જેમાં વિરપુરની મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલ અને રાજકોટ શહેરની સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકોને મતદાનનું મહત્વ સમજાવવા પ્રયાસ કર્યો હતો. મોંઘીબા ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થિનીઓએ “બાળ સંસદ ચૂંટણી પ્રચાર” અંતર્ગત નાટક સ્વરૂપે સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા રજૂ કરી હતી. જેમાં ઉમેદવારની નોંધણી અને પ્રચાર, મતદાન પ્રક્રિયા, પ્રેસ મીડિયાના માધ્યમથી સંપૂર્ણ પરિસ્થિતિથી દેશ અને દુનિયા સુધી પ્રચાર પ્રસાર કરવો, ઈ.વી.એમ.ને સ્ટ્રોંગ રૂમમાં મુકવું, મતગણતરી અને ચૂંટણીના પરિણામો સહિતની મહત્વની બાબતો આવરી લેવામાં આવી હતી. જ્યારે સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ “ચુનાવી પાઠશાળા” વિષય પર મતદાનનું અગત્ય દર્શાવતી સચોટ અને સુંદર રજૂઆત કરી હતી.

જસદણમાં ‘મતદાન જાગૃતિ અભિયાન’ યોજાયું રાજકોટ જિલ્લાના જસદણ


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button