રાજકોટના સમાચાર: CM પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 5મી માર્ચે મહિલા દિવસની ઉજવણી, ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન કરાશે – InfowayTechnologies

- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In The Virtual Presence Of CM Patel, Women’s Day Will Be Celebrated On 5th March, Leading Women In The Industry Will Be Honoured
રાજકોટ15 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટમાં આગામી તારીખ 5 માર્ચના રોજ CM ભુપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સવારે 09: 30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થનાર છે. આ અંગે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
વિવિધ કાર્યક્રમ યોજાશે
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલા સંમેલનમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન, ગંગાસ્વરુપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને ચેક/મંજુરી હુકમ વિતરણ, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને કીટ/મંજુરી હુકમ વિતરણ, ત્રણ ઉદ્યમી મહિલાઓનું સન્માન, અન્ય યોજના હેઠળ કીટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાનાર છે.
મહીલાઓને માહિતીગાર કરાશે
આ કાર્યક્રમમાં મહીલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ જેવી કે, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાઓ બેટી પઢાઓ, ડિસ્ટ્રિક્ટ પ્રોટેક્શન ચાઇલ્ડ યુનિટ, લીડ બેંક, આંગણવાડી કેન્દ્રમાં આપતા ફૂડ પોષણના સ્ટોલ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડિજિટલ લિટરેસી, ડિજિટલ સેફટી અને સિક્યુરિટી, સાયબર સેફટી સહિતની જાણકારી આપતા સ્ટોલ પ્રદર્શિત કરી મહીલાઓને માહિતીગાર કરવામાં આવનાર છે.
Source link