રંગમંચ જામ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ: ડાંગના ભાતિગળ લોકમેળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ડાંગના દરબારીઓએ મોજ માણી – InfowayTechnologies

ડાંગ (આહવા)27 મિનિટ પહેલા
ડાંગના ભાતિગળ લોકમેળામા રંગ ઉપવનના તખ્તે આયોજિત પાંચ દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમમા સાંજના સમયે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થઇ રહ્યા છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે ડાંગના દરબારીઓ મેળાની સાથે કાર્યક્રમનો પણ આંનદ લઇ રહ્યા છે.
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ડાંગ દરબારના પ્રથમ દિવસથી જ આહવા રંગ ઉપવન પર સાંજના સમયે વિવિધ જિલ્લાના આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે. ડાંગ દરબારની સાથે શૈક્ષણિક સંમેલન પણ આ વર્ષથી ચાલુ કરવામા આવ્યા છે ત્યારે સાંજના 7 થી 8ના સમયે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શાળા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામા આવે છે. જે બાદ અન્ય રાજ્યો તેમજ જિલ્લા અને સ્થાનિક કક્ષાના કલાકારો દ્વારા વિવધ સાંસ્કૃતિક ક્રાયક્રમો રજુ કરવામા આવી રહ્યા છે.

ડાંગ જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓ દ્વારા પ્રેકક્ષકોને મંત્રમુગ્ધ કરી દેનાર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામા આવી રહ્યા છે. રાસ, ગરબા, મરાઠી નુત્ય, નાટ્ય કૃતિઓ, દેશ ભક્તી ગીતો તેમજ સ્થાનિક કલાકારો દ્વારા ઠાકરે નૃત્ય, ડાંગી નૃત્ય, પાવરી નૃત્ય તેમજ અન્ય જિલ્લાઓમાંથી આવેલ કલાકારો દ્વારા ચકરી નૃત્ય, કાલી નૃત્ય, સોન્ગી મુખોટા, રાઠવા નૃત્ય, કિન્નર નૃત્ય, સીધી ધમાલ નૃત્ય, મેજીક શો વગેરે ક્રાયક્રમોની રમઝટ ડાંગના દરબારીઓ માણી રહ્યા છે.

આહવા ડાંગ વહીવટી તંત્ર દ્વારા યોજાઇ રહેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ, જિલ્લા શિક્ષણાધિકારી વી.ડી.દેશમુખ, પ્રાથમિક શિક્ષણાધિકારી નરેદ્ર ઠાકરે, મામલતદાર સહિત અન્ય પ્રશાસનિક અધિકારીઓ અને વાસુરણાના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.



Source link