યાત્રીકોની સુવિધામાં વધારો: હિંમતનગર રેલ્વે સ્ટેશન પર અસારવા-ઇન્દોર ટ્રેનને સાંસદ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે, આવતીકાલે નવી શરૂ થયેલી 3 ટ્રેનો આવશે – InfowayTechnologies

સાબરકાંઠા (હિંમતનગર)એક કલાક પહેલા
- કૉપી લિંક
હિંમતનગર રેલ્વે સ્ટેશન પર આવતીકાલે ત્રણ ટ્રેનો આવશે જેને લઈને સાબરકાંઠા અને અરવલ્લીના સાસંદ દીપસિંહ રાઠોડ સ્વાગત સાથે અસારવાથી જયપુર ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. તો બીજી તરફ હિંમતનગર રેલ્વે સ્ટેશન પર પ્રથમ એક ટ્રેન શરુ થયા બાદ આજે છ ટ્રેનો આવન જાવન કરશે, પરંતુ ટીકીટ બારી પર જુનું રેલ્વેનું સમયપત્રક એક લગાવેલ છે. નવી ટ્રેનોનો સમય મુસાફરોને પૂછવો પડે છે. ત્યારે હવે રેલ્વે તંત્ર ક્યારે જાગશે અને મુસાફરોની સવલત પૂરી પાડશે તેની રાહ જોવાઈ રહી છે.

રાજસ્થાનના જયપુરથી અસારવા, ઇન્દોરથી અસારવા અને કોટાથી અસારવા ત્રણ ટ્રેનો શરૂ કરવાની રેલ્વે વિભાગે જાહેરાત કર્યા બાદ ગુરુવારે સાંજે ઉદેપુરથી જયપુર-અસારવા ટ્રેનનું ઇનોગ્રેશન થયું હતું. તો શુક્રવારે સાંજે ઉદેપુરથી કોટાથી અસારવા ટ્રેનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. આમ આ તમામ ત્રણ ટ્રેનનું ઇનોગ્રેશન થયા બાદ આવતીકાલે શનિવારે હિંમતનગર રેલ્વે સ્ટેશન પર કોટા-અસારવા 4:05 મીનીટે આવશે. બે મીનીટના રોકાણ બાદ અસારવા તરફ જશે. તો જયપુર-અસારવા સવારે 6:55 મીનીટે આવશે. બે મીનીટનું રોકાણ બાદ અસારવા જશે. ત્યારે ઉદેપુર થી સવારે 7:30 ઉદઘાટન કોટાથી અસારવા પ્રસ્થાન કરશે જે 10:45 કલાકે હિંમતનગર આવશે તો સામે અસારવાથી ઇન્દોર ટ્રેન 10:45 વાગ્યે હિંમતનગર આવશે.
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ સહીત સંગઠન શનિવારે અસારવા-ઇન્દોર ટ્રેનનું હિમતનગર રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે. શુક્રવારે સાંજે કોટા-અસારવા ટ્રેનને કોટાથી કોટાના સાંસદ ઓમ બિરલાએ લીલી ઝંડી આપી રેલ્વેને પ્રસ્થાન કરાવી હતી. તો બીજી તરફ શનિવારે જયપુર-અસારવા ટ્રેનને લઈને સવારે ડુંગરપુર રેલ્વે સ્ટેશન પર પણ સ્થાનિક સાસંદની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.

તો હવે અમદાવાદ-ઉદેપુર બ્રોડગેજ થયા બાદ ત્રણ ટ્રેનો શરુ થઇ હતી. ત્યારે ટ્રેનનું પહેલું સમય પત્રક સ્ટેશન પરની ટીકીટ બારી પાસે લગાવેલ છે. જે નવી ટ્રેની શરુ થયા બાદ પણ નવીન ટ્રેનનું સમય પત્રક લગાવવામાં નથી આવ્યું. ને વળી વધુ ત્રણ ટ્રેન શરુ થઇ છે તો મુસાફરોને ટ્રેનનો સમય જોવા માટે અને માહિતી માટે ટીકીટ બારી પર પૂછવા માટે મજબુર બનવું પડી રહ્યું છે. ત્યારે નવીન સમયપત્રક અથવા તો ડીજીટલ સમય પત્રક લગાવવામાં આવે તો મુસાફરો સમય જોઈ શકે તો હવે નવી ટ્રેનો સાથે મુસાફરો પણ સમય પત્રકની ક્યારે લાગશે તેની રાહ જોઈ રહ્યા છે.
Source link