Uncategorized
મહંત સ્વામીનું આગમન: BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા સાળંગપુરમાં ધુળેટી-પુષ્પદોલોત્સવ ઉજવશે, આજે ભાવનગર આવી પહોંચ્યા – InfowayTechnologies

ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
આગામી તા.7 માર્ચના રોજ સારંગપુર ખાતે બી.એ.પી.એસ સંસ્થાના આધ્યાત્મિક વડા પ. પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ધુળેટી- પુષ્પદોલોત્સવ ઉજવાનાર છે. તે ઉપક્રમે સ્વામી આજરોજ મુંબઈથી સાળંગપુર પધારતા હોવાથી હવાઈ માર્ગે મુંબઈથી ભાવનગર એરપોર્ટ આવ્યા હતા.

ભાવનગર એરપોર્ટથી વાહન દ્વારા સાંજે સાળંગપુર જવા રવાના થયા હતા. શહેરના અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરના માર્ગેથી પસાર થવાના હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને માર્ગ પર લોકોએ પ. પૂ. મહંત સ્વામી મહારાજના દર્શનાર્થે મંદિર માર્ગે ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગમાં ખૂબ જ ધીરજ અને શાંતિ પૂર્વક દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે…
Source link