Uncategorized

ભેજાબાજ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ: ગોધરાના ટીંબા ગામ પાસે ટ્રકની ટાંકીમાંથી 200 લીટર ડીઝલ સહિત 1,98,000ના મુદ્દામાલની ચોરી – InfowayTechnologies

પંચમહાલ (ગોધરા)37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગોધરા શહેર પાસે આવેલા ટીંબા ગામે ક્રિષ્ના હોટલ આગળ ટ્રાન્સપોર્ટની ગાડી ચલાવનાર ભેજાબાજ ટ્રક ડ્રાઇવરે પોતાની તરકીબ અપનાવી ટ્રકની ચારે બાજુ લગાવવામાં આવેલા ટાયર તથા ટ્રકની ટાંકીમાં ભરાયેલ 200 લીટર ડીઝલ સહિત 1,98,000ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. જેથી કાકણપુર પોલીસ મથકે ભેજાબાજ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ સંદર્ભે રાજકોટના લાલા લજપતરાય ટાઉનશીપ ભીમનગર સર્કલ નાના મવા મેઈન રોડ ખાતે રહેતા લોમેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, આજથી દોઢ મહિના પહેલા પવિત્રપાલસિંહ પંજાબના ભેજાબાજે ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી ચારેય બાજુના ટ્રકના ટાયર નંગ ચાર જેની કિંમત 1,80,000 અને ટ્રકની ટાંકીમાં 200 લીટર જેટલું ડીઝલ જેની કિંમત 18,000 મળી કુલ 1,98,000ના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. જેથી લોમેશ સવાણીએ કાકણપુર પોલીસ મથકે આ ભેજાબાજ ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે પરથી કાકણપુર પોલીસે ભેજાબાજ ડ્રાઇવર પવિત્રપાલ સિંહ વિરુદ્ધ ગુનો નોધી વધારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button