Uncategorized

બોર્ડની પરીક્ષા અંગે મહત્ત્વપૂર્ણ બેઠક: વિદ્યાર્થી ગેરહાજર હોય તો તેનું પ્રશ્નપત્ર કવરમાં મૂકીને સીલ કરાશે, નિરીક્ષકની ઘટ હશે તો ખાનગી કે અન્ય શિક્ષકની મદદ લેવાશે – InfowayTechnologies

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • If The Student Is Absent, His Question Paper Will Be Kept In A Cover And Sealed, If There Is A Lack Of Invigilator, The Help Of A Private Or Other Teacher Will Be Taken.

અમદાવાદ29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્થળ સંચાલકોની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરી વિસ્તારમાં જે 370 બિલ્ડિંગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે, જેના સ્થળ સંચાલકો માટે પૂર્વ વિસ્તારની સાઉથ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બેઠક કરી સ્થળ સંચાલકોને પરીક્ષાને લગતી તમામ બાબતોની જાણકારી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીની ગેરહાજરીએ પ્રશ્નપત્ર સીલ કવરમાં મુકાશે
આગામી બોર્ડની પરીક્ષામાં જો વિદ્યાર્થી વર્ગમાં નથી તો તેના હિસ્સાનું પ્રશ્નપત્ર ફરીથી કવરમાં મૂકી તેને સીલ કરવામાં આવશે. જો 30 મિનિટની સમય મર્યાદામાં વિદ્યાર્થી આવી જાય છે. તો કવરમાં સીલ કરેલા પ્રશ્નપત્રને ફરીથી ઓપન કરી વિદ્યાર્થીને આપવાનું રહેશે. આ આખી પ્રક્રિયા સીસીટીવી કેમેરાની સમક્ષ કરવાની રહેશે. જે અંગે પણ ખાસ ધ્યાન રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે અત્યાર સુધી જો વિદ્યાર્થી ન આવે તો પ્રશ્નપત્ર તેના બેઠક નંબર ઉપર મૂકી દેવામાં આવતું હતું. પરંતુ હવે આ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.

કર્મચારી સિવાય અન્ય કોઈ પણ હાજર ન રહે
DEO દ્વારા તમામ સંચાલકોને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે, પરીક્ષા દરમિયાન સ્કૂલના ટ્રસ્ટી અથવા તો પરીક્ષા માટે ફાળવેલા કર્મચારી સિવાય કોઈપણ વ્યક્તિને હાજર ન રાખવામાં આવે. આ ઉપરાંત બેઠકમાં DEO દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, જે પરીક્ષા કેન્દ્ર પર વર્ગખંડ નિરીક્ષક તરીકે શિક્ષકોની ઘટ હશે, ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ઓર્ડર કરી અન્ય ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને ફરજ માટે સૂચના આપવામાં આવશે, એટલું જ નહીં પરંતુ જરૂર પડે તો ખાનગી શાળાના શિક્ષકો અને પ્રવાસી શિક્ષકોની મદદ લેવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. જેથી કરીને પરીક્ષાની કામગીરી દરમિયાન શિક્ષકો ઉપર કામનું ભારણ ન રહે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button