Uncategorized

બોગી વધારાશે: હોળીમાં ગોવા, ભાવનગર, UP સહિત 10 ટ્રેનમાં બોગી વધારાશે – InfowayTechnologies

સુરત22 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 20મી સુધીમાં પરત આવવા માટે સુપરફાસ્ટ ટ્રેનોમાં જોવા મળતું લાંબુ વેઇટિંગ લિસ્ટ ક્લીયર થઇ જશે

આગામી હોળી-ધુળેટીના તહેવારોને લઇને પશ્ચિમ રેલવે ગોવા, રાજસ્થાન, યુપી, બિહાર અને ભાવનગર સહિતની 10થી વધુ સુપરફાસ્ટ ટ્રેનોમાં ડબ્બા વધારશે. સુરતમાં વસતા ઉત્તર ગુજરાત ઉત્તર ભારત તેમજ રાજસ્થાનના લોકો વતનમાં જતા હોવાથી રેલવેએ કોચ વધારવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં હોળી સ્પેશિયલ ટ્રેનોની 11 જોડીની 40 ટ્રીપ વધારાઇ છે. આ ટ્રેનોથી કુલ 25 હજાર વધારાના મુસાફરો લાભ લેશે. આ ટ્રેનોની કુલ 40 ટ્રીપ જોડાવાશે. આ સાથે જ લાબું વેઇટિંગ લિસ્ટ ઘટાડવા 10 જોડી ટ્રેનોમાં વધારાના કોચ પણ ઉમેરાયા છે.

આ ટ્રેનોમાં ડબ્બા વધારાયા
બાંદ્રા-ભાવનગર, જમ્મુતાવી-બાંદ્રા એસી સુપરફાસ્ટ, સુરત-કરમાલી, કરમાલી-સુરત, વલસાડ-મુઝફ્ફરપુર, મુઝફ્ફરપુર-વલસાડ, અમદાવાદ-પટના, પટના-અમદાવાદ, મુંબઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી, ભગત કી કોઠી –મુંબઈ સેન્ટ્રલ, બાંદ્રા -ભાવનગર, વલસાડ-માલદા સુપરફાસ્ટ , માલદા ટાઉન-વલસાડ, ઉધના-મેંગલુરુ, મેંગલુરુ-ઉધના, અમદાવાદ-કરમાલી, કરમાલી-અમદાવાદ, ઓખા-નાહરલાગુન, નાહરલાગુન-ઓખા, ડૉ. આંબેડકર નગર-પટના, પટના-ડૉ. આંબેડકર નગરમાં કોચ વધારવામાં આવ્યા છે. આ તમામ ટ્રેનોમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ નવા કોચ વધારીને ક્લીયર કરવા નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button