Uncategorized

બાકી વેરાની વસૂલાત: વલસાડ પાલિકામાં લાંબા સમયથી વેરો ન ભરનારા 10 મિલ્કતધારકોની મિલ્કત સીલ કરવામાં આવી, સ્થળ પર જ અઢી લાખની વસૂલાત – InfowayTechnologies

વલસાડ6 કલાક પહેલા

  • કૉપી લિંક

વલસાડ નગર પાલિકા દ્વારા 1700થી વધુ મિલ્કતોનો વેરો બાકી રાખતા મિલકત ધારકોને નોટિસ મોકલાવી તેમની મિલકતનો બાકી વેરો ભરવા સૂચના આપવામાં આવી હતી. ઘણા વર્ષોથી નગર પાલિકા દ્વારા મિલકત ધારકોને વારંવાર નોટિસ આપવા છત્તા બાકી વેરો નહીં ભરતા મિલકત ધારકો સામે આજે વલસાડ નગર પાલિકાએ કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરમાં છેલ્લા 3 વર્ષ ઉપરાંતથી વેરાની રકમ બાકી રાખતા મિલકત ધારકોને વારંવાર નોટિસ આપવા છત્તા ઘણા સમયથી નગરપાલિકાનો મિલકત વેરો ભર્યો ન હોવાથી વલસાડ નગરપાલિકા દ્વારા આજે કાર્યવાહીને વધુ તેજ કરવામાં આવી હતી. વલસાડ શહેરમાં મિલકતધારકો પૈકી વેરો બાકી રાખતા મિલકતધારકોની મિલકતો સિલ કરવાની કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી હતી. આજ રોજ વલસાડ શહેરમાંથી 10.મિલકતો સિલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની વેરા વસુલતની કામગીરી દરમ્યાન 2.50 લાખથી વધુની રકમ વેરા વસુલાત કામગીરી દરમિયાન સ્થળ ઉપરથી વસુલવામાં આવી હતી.

વલસાડ પાલિકા હદ વિસ્તારોમાં પાણી, સ્ટ્રીટલાઇટ, ડ્રેનેજ અને આરોગ્યને લગતી સેવાઓ માટે ભરવાપાત્ર વેરા જમા કરવા 2022માં પાલિકાએ પ્રારભિક માગણા બિલો રવાના કરી દીધાં હતા. નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલી 52 હજારથી વધુ મિલકત ધારકોને એડવાન્સ વેરો જમા કરાવવા રાજ્ય સરકાર અને પાલિકાએ વળતર સ્કીમનો પણ લાભ આપ્યો હતો. જે પૈકી 3 વર્ષથી વધુ વેરો બાકી રહેતા મિલકત ધારકો પાસે નગર પાલિકાની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી મિલકત ધારકો સામે કાર્યવાહીને વધુ કડક કરવા આવી હતી. જેમાં 3 વર્ષ ઉપરાંતથી પાલિકાનો મિલકત વેરા ન ભરતા 10 મિલકત ધારકોની મિલકત સિલ કરવામાં આવી હતી.. નગર પાલિકાની કડક કાર્યવાહી દરમ્યાન મિલકત ધરકોએ બાકી વેરો સ્થળ ઉપરથી જમા કરાવતા સ્થળ ઉપર વેરો વસુલવામાં આવ્યો હતો. આજરોજ વેરા વસુલતની કામગીરી દરમ્યાન કુલ 2.50 લાખથી વધુનો બાકી વેરાની વસુલાત કરવામાં આવી હતી.

આજ રોજ વલસાડ નગર પાલિકા ખાતે કુલ 8.80 લાખના વેરાની વસુલાત નગર પાલિકાના હાઉસ ટેક્સ વિભાગે કરી હતી. 15 જેટલી મિલકત ધારકોને જપ્તિની નોટિસ બજાવવામાં આવી છે. આજ રોજ વેરા વસુલતની કામગીરી માટે પાલિકાના ટેક્સ સુપરિટેન્ડન્ટ રમણભાઈ રાઠોડ, નગર પાલિકાના ઇન્ટરનલ ઓડિટર કમલેશ ભંડારી અને હેડ ક્લાર્ક પ્રવીણ ચાસિયા સહિત નગર પાલિકાની ટીમોએ કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button