બાંધકામ પરવાનગી મુદ્દે પત્રકાર પરિષદ: છાયા નગરપાલીકાના પાપે નાના માણસો-બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા; પોરબંદર બિલ્ડર એસોસિયેશને ધારાસભ્યને રજૂઆત કરી – InfowayTechnologies

પોરબંદરએક કલાક પહેલા
પોરબંદરમાં બાંધકામની પરવાનગીનો મુદ્દો હાલ વિવાદમાં છે. તાજેતરમાં જ પોરબંદર છાયા નગરપાલીકાના ચિફ ઓફિસરે પીજીવીસીએલ અને લીડ બેંકને એવો પત્ર લખેલો છે કે, બાંધકામ અંગે ચિફ ઓફિસરની સહિ વાળી પરવાનગી હોય તો જ માન્ય રાખવુ. જેને લઇને હાલ ગ્રાહકો અને બિલ્ડરો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે પોરબંદર બિલ્ડર એસોસિએશન દ્વારા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને રજૂઆત કરી હતી.
ત્યારબાદ અર્જુન મોઢવાડીયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, બાંધકામની પરવાનગીને લઇને હાલ જે વિવાદ છે. તેમાં પોરબંદર છાયા નગરપાલીકાએ ઇમ્પેક્ટ ફી લીધા વીના 2023 સુધીના તમામ બાંધકામો રેગ્યુલરાઇઝ કરી દેવા જોઇએ. હવે પછીના જે બાંધકામો છે તે ઓનલાઇન મંજૂરી બાદ જ કરવામાં આવે, આ બાબતે બિલ્ડરો અને ગ્રાહકો પણ ખ્યાલ રાખે.
ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ એવુ પણ જણાવ્યું હતું કે, પોરબંદર છાયા નગરપાલીકા ભાજપ શાસિત છે. તેમના ભ્રષ્ટાચારના કારણે અત્યાર સુધી આડેધડ મંજૂરીઓ આપી દીધી છે. મંજૂરી આપતી વેળાએ ટીપી કમીટીએ બિલ્ડરો અને ગ્રાહકોને એવી બાંહેધરી આપી હતી, કે તમને કોઇ ચેલેન્જ કરી શકશે નહી. બાંધકામ બાબતે અત્યાર સુધી મંજુરીઓ આપી દીધી અને મોટી રકમ પણ લઇ લીધી છે. એટલુ જ નહીં કેટલાક લોકો સાથે પક્ષપાત રાખીને તેમના બાંધકામોને મંજુરી પણ આપવામાં આવેલી નથી. અર્જુન મોઢવાડીયાએ એવુ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી બાદ કોઇ રાગદ્વેષ રાખવો ન જોઇએ. દરેક લોકો સાથે સમાન વ્યવહાર રાખવો જોઇએ. અર્જુન મોઢવાડીયાએ એવુ પણ જણાવ્યું હતું કે, બાંધકામની પરવાનગીના મુદ્દે જે સમસ્યા સામે આવેલી છે. તે મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો છે. સરકારમાં પણ રજૂઆત કરેલી છે. ભાજપના કેટલાક સ્થાનિક આગેવાનો એ પણ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી છે.
અત્યાર સુધીના જે બાંધકામો છે. તેમને ઇમ્પેક્ટ ફી લીધા વીના રેગ્યુલરાઇઝ કરી દેવા જોઇએ. કારણ કે, અત્યાર સુધી જે મંજુરી મેળવેલી છે. તેમાં મોટાભાગના લોકોએ મહા મુસીબતે પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે. તો બિલ્ડરો પણ એટલા આર્થિક રીતે સક્ષમ નથી, કે તે ઇમ્પેક્ટ ફી ભરી શકે. સરકાર તમામ બાંધકામો ઇમ્પેક્ટ ફી વિના રેગ્યુલરાઇઝ કરી આપે તેમ પણ અર્જુન મોઢવાડીયા એ જણાવ્યું હતુ.
Source link