Uncategorized

ફિનોલની ચોરી: ફિનોલ ભરેલું ટેન્કર લઈ દહેજથી રાજસ્થાન જવા નીકળેલો ડ્રાઈવર ગુમ, ખાલી ટેન્કર મળી આવ્યું – InfowayTechnologies

ભરૂચએક કલાક પહેલા

  • કૉપી લિંક

દહેજથી ₹25.16 લાખનું ફીનોલ ભરી રાજસ્થાન નીકળેલ ટેન્કર જયપુર-દિલ્હી એક્સપ્રેસ વે ઉપર ખાલી હાલતમાં મળી આવતા દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોધવામાં આવી છે.

ગાંધીધામમાં બ્રધર્સ ટ્રાન્સપોર્ટ ચલાવતા ભાવેશ મરંડે તેમના 10 ટેન્કર પૈકી એક ટેન્કર દહેજ મોકલું હતું. ગત 8 ફેબ્રુઆરીએ ટેન્કર નંબર GJ 12 AZ 7447 લઈ બાડમેર રહેતો ડ્રાઈવર ભેરારામ દહેજની દીપક ફીનોલેક્સ કંપનીમાં પહોંચ્યો હતો.

જ્યાં ટેન્કરમાં 24 ટન મોલટન ફીનોલ કિંમત રૂપિયા 25.16 લાખનું ભરી રાજસ્થાનની એગ્રો એલાઈડ કંપનીમાં પહોંચાડવા નીકળ્યો હતો. જોકે ટેન્કર 11 ફેબ્રુઆરી સુધી નહિ પહોંચતા વાહનમાં લાગેલ GPS ચેક કરતા જયપુર-દિલ્હી એકસપ્રેસ વે ઉપર બ્રિજ નીચે માલુમ પડ્યું હતું. જ્યાં અન્ય સ્થાનિક ડ્રાઈવરને મોકલતા ટેન્કર ખાલી હોવાનું જણાયુ હતું. જે સંદર્ભે ટ્રાન્સપોર્ટ માલિકે શનિવારે દહેજ દોડી આવી મરીન પોલીસ મથકે ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button