ફરિયાદ: કડોદરામાં આર્મી જવાનની વિધવા પત્ની સાથે લગ્નની લાલચે બળાત્કાર – InfowayTechnologies

પલસાણા38 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર
- વિધવા પાસેથી લાખો રૂપીયા પડાવી લીધા બાદ તરછોડાઇ
કડોદરા નગરમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા જવાનનું કોરોના કાળમાં કોરોનાને કારણે મોત નીપજ્યતા તેત્રી પત્નિ તથા તેનો એક દીકરો કડોદરા ખાતે રહેતા હતા.ત્યારે બાજુમાં રહેતા એક ઇસમે વિધવા મહીલાની સાથે પોતે લગ્ન કરશે તેમ કહી તેની સાથે શરીર સંબંધ બાધ્યા હતા વિધવા પાસેથી ટુકડે ટુકડે લાખો રૂપીયા પણ પડાવી લીધા બાદ વિધવા મહીલાને તરછોડી દેતા મહિલાએ આ અંગે કડોદરા પોલીસે મથકે બળાત્કારની ફરિયાદ આપી હતી.
પલસાણા તાલકાના કડોદરા નગરની એક સોસાયટીમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા એક જવાનને કોરોનામાં ચેપ લાગતા કોરોના કાળમાં મોત નીપજ્યું હતુ. જે બાદ જવાનની માં તેમજ પત્ની અને એક 8 વર્ષીય બાળક કડોદરા ખાતે રહેતા હતા પતિના મોત બાદ વિધવા મહીલા સાડીઓનુ વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવતી હતી.
જે દરમ્યાન તેમની ઘરની સામે હેતા વિશાલ રવિન્દ્રભાઈ પાટીલ જેઓએ વિધવા મહીલા સાથે ઓળખાણ કર્યા બાદ તેને વિશ્વાસમા લઇ પોતે તેની સાથે લગ્ન કરશે, તેમજ તેના બાળક પણ સાચવશે. તેમ કહી નરાધમે વિધવા મહીલાન્ને પોતાના પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર તેની સાથે સંબંધ બાંધતો હતો.
ત્યા બાદ વિશાલને ઇકો ગાડીનુ ડાઉન પેમેન્ટ માટે ત્યા બાદ તેના હપ્તા માટે, ઘરની લોન, તેની બહેનો મોબાઇલ લેવા તેમજ અન્ય પરચુરણ ખર્ચ પેટે વિધવા મહીલાએ વિશાલને કુલ 7.40 લાખ રૂપીયા પણ પડાવી લીધા હતા. મહીલાએ જ્યારે થોડા મહિના અગાઉ જ્યારે વિશાલ સાથે લગ્નની પરસ્તાવ મુક્યો ત્યારે વિશાલ કહેતો હતોકે પહેલા પેન્સનના કાગળો તૈયાર થઇ જાય ત્યા બાદ લગ્ન કરી લઇશુ.
તેમ કહી વાતન્ને ટાળી દેતો હતો. ત્યા બાદ વિશાલા માતા પિતાએ વિશાલને કડોદરા ખાતે મહિલા પાસે રહેવા મોકલી દેતા મહીલાને ખોટુ લાગ્યુ હતુ. અને તેણે જીંદગી ટુકાવવા માટે ફીનાઇલ તેમજ પેરાસીટેમલની ગોળીઓ પણ ખાઇ લેતા મહીલાના ભાઇએ તેને જોળવા ગામે ખાનગી હોસ્પીટલમાં સારવાર કરાવી હતી.
ઘટનાની જાણ વિશાલ તેમજ તેના પિતાને થતા તેઓએ આ અંગે પોલીસ કેશ નહી કરવા તેમજ પોતે તેની સાથે લગ્ન કરવા તૈયાર હોવાનું કહી તે દીવસે પણ મહીલાને સમજાવીને તેની સાથે સમાધાન કરવા માટે વિશાલના પિતાએ બન્ને રાજીખુશીથી અગલ રહેવા તૈયાર છે. તેવુ લખાણ કરાવી મહીલાને જણાવ્યુ હતુકે લગ્ન કરવા માટેના કાગળો છે.
તેમ કહી તેની ખોટી રીતે સહી કરવી કાગળ વિશાલના માતાપિતા લોકોએ લઇ લીધા બાદ મહીલાને થોડા દીવસ બાદ સમગ્ર હકીકતની જાણ થતા તેણીએ આ અંગે કડોદરા પોલીસ મથકે આવી પોલીસને ઘટના અંગે જાણ કરતા પોલીસે વિશાલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી .
Source link