Uncategorized

ફરાર આરોપી ઝડપાયો: ધાનેરા પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર રાજસ્થાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો – InfowayTechnologies

બનાસકાંઠા (પાલનપુર)43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ધાનેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબિસનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે ધાનેરા પોલીસને મળેલી બાતમી હકીકત આધારે રાજસ્થાનના ઈસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ કચ્છ ભુજ જે.આર.મોથલીયા તેમજ અક્ષયરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય એસ.એમ.વારોતરીયા , નાયબ પોલિસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓના માર્ગદર્શન હેઠળ એ.ટી.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ધાનેરા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન મુજબ ધાનેરા પોલીસ સ્ટાફના માણસો ધાનેરા પોલિસ સ્ટેશન ના વાસણ ચેક પોસ્ટેથી ધાનેરા પોલીસ સ્ટેશન પ્રોહીબિસન મુજબના ગુનાના કામે સી.આર.પી.સી. કલમ 70 મુજબનો નાસતો ફરતો આરોપી ઉજ્જવલસીંહ ગંગારસીંહ ઉર્ફે ગંગાસીંહ રાજપુત દેવડા રહે.રતનપુર જી.જાલોર રાજસ્થાન વાળાને વાસણ ચેકપોસ્ટ ખાતેથી બાતમી હકીકત આધારે પકડી પાડી વધુ તપાશ હાથ ધરી છે .

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button