Uncategorized

પોસ્ટ ઓફિસને તાળું: સુખસરમાં ભાડું ન આપતાં માર્કેટયાર્ડના સત્તાધીશોએ પોસ્ટ ઓફિસને તાળું માર્યું – InfowayTechnologies

સુખસર40 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • હજુ બે વર્ષનું ભાડું ચૂકવાયું નથી
  • 14 પોસ્ટ ઓફિસોનો વહીવટ સુખસરથી થાય છે

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં 45 ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ 45 ગામડાઓ માટેની 14 જેટલી ગ્રામ્ય વિસ્તારોમાં સબ પોસ્ટ ઓફિસો કાર્યરત છે. જેનો તમામ વહિવટ સુખસર પોસ્ટ ઓફિસ ખાતેથી કરવામાં આવી રહ્યો છે.

જોકે સુખસર પોસ્ટ ઓફિસનો સીડીઆર પણ સારો હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા વહીવટી કામગીરીને ધ્યાને લઈ કાર્યાલયનું આજદિન સુધી ધ્યાન આપવામાં આવ્યુ નથી. કેન્દ્ર સરકાર સંચાલિત એક કાર્યાલય માટે આઝાદીના દાયકાઓ બાદ પણ સરકાર દ્વારા વ્યવસ્થા થઈ નથી. સુખસરમાં પોસ્ટનું કાર્યાલય ખંડેર થતાં મકાનમાં છત ઉપરથી વરસાદી પાણી ટપકતા ઓફિસના દફ્તરો, કોમ્પ્યુટર તથા ટપાલને નુકસાન પહોંચતા સુખસર પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી.

જેથી તાત્કાલિક માર્કેટયાર્ડની અંદર જ આવેલ અને માર્કેટયાર્ડની માલિકીના એક મકાનમા ઓક્ટોબર-2021 થી પોસ્ટ કાર્યાલય શિફ્ટ કરવામાં આવી હતી. તેનું માસિક ભાડું રૂપિયા 5500 નક્કી કરવામાં આવ્યું હતું. હાલ છેલ્લા બે વર્ષથી સુખસર માર્કેટયાર્ડના મકાનમાં પોસ્ટ ખાતાના કાર્યાલયની કામગીરી ચાલી રહી છે. પરંતુ જે-તે વખતે આ મકાન પોસ્ટ ખાતાના જવાબદારો દ્વારા માર્કેટ યાર્ડના જવાબદારો પાસેથી ભાડા પેટે મકાન લીધેલ જેનું ભાડું દર માસે ચૂકવવા મૌખિક કરાર કર્યો હતો.

છતાં બબ્બે વર્ષનો સમય વીતી જવા છતાં પોસ્ટ ખાતાના જવાબદારો દ્વારા માર્કેટયાર્ડને ભાડાની ચુકવણી કરી ન હતી.માર્કેટયાર્ડ તથા સુખસર પોસ્ટ ઓફિસના જવાબદારો દ્વારા પોસ્ટ ખાતાના ઉચ્ચ અધિકારીઓને અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં તે પ્રત્યે ધ્યાન નહીં આપી આંખ આડા કાન કરવામાં આવતા આખરે આજરોજ માર્કેટ યાર્ડના જવાબદારો દ્વારા પોસ્ટ ઓફિસ કાર્યાલયને તાળાં મારી દેતાં ખળભળાટ મચી ગયો હતો. સુખસર પોસ્ટ ઓફિસ કાર્યાલયને તાળાં મરાતા 45 જેટલા ગામડાઓના પોસ્ટમેનો સહિત પોસ્ટના કામ માટે આવતી પ્રજા રઝળી પડી હતી.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button