પોળમાં બેનરો લાગ્યાં: કાલુપુરની ધનાસુથાર પોળમાં વેપારીઓ અને સ્થાનિકો વચ્ચે પાર્કિંગને લઈ વિવાદ, બપોરે 12થી 5 લોડિંગ ટેમ્પોના પ્રવેશ પર પ્રતિબંધિત ફરમાવી દીધો – InfowayTechnologies

અમદાવાદ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
પોળમાં બેનરો લાગ્યાં
કાલુપુરની ધનાસુથાર પોળમાં વેપારીઓ અને સ્થાનિકો વચ્ચે પાર્કિંગને લઈ વિવાદ, બપોરે 12થી 5 લોડિંગ ટેમ્પોના પ્રવેશ પર પ્રતિબંધિત ફરમાવી દીધો
અમદાવાદના રિલીફ રોડ પર આવેલી શહેરની જાણીતી એવી ધનાસુથાર પોળમાં વેપારીઓ અને સ્થાનિક રહીશો વચ્ચે પાર્કિંગ મુદ્દે વિવાદ ઊભો થયો છે. પોળના અનેક લોકોના ઘરો આવેલા છે અને મંદિરો પણ આવેલા છે. હજારોની સંખ્યામાં રોજના લોકો અવર-જવર કરે છે ત્યારે ઓડમાં આવેલી કોમ્પ્લેક્સની દુકાનોના વેપારીઓ દ્વારા તેમના માલ સામાન ઉતારવા માટે થઈ અને મોટા લોડિંગ ટેમ્પો અંદર આવે છે અને રોડ પર જ પાર્ક કરી અને સામાન ઉતારી અને ટ્રાફિકજામ કરતા હોય છે. જેના કારણે લોકોને હેરાનગતિ થાય છે જ્યારે તેમના વાહનો પણ રોડ ઉપર જ પાર્ક કરતા હોય છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ના રહીશો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે કે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લોડિંગ ટેમ્પોના પ્રવેશ ઉપર પ્રતિબંધ રહેશે.
રીલીફ રોડ પર આવેલી ધના સુથારની પોળના સ્થાનિક રહીશોએ પોળના દરવાજે અને અલગ અલગ જગ્યાએ બેનરો લગાવ્યા છે. પોળમાં આવેલા વેપારીઓ દ્વારા રોડ ઉપર વાહનો પાર્ક કરી અને ટ્રાફિક કરવામાં આવે છે નો પાર્કિંગ ઝોન હોવા છતાં પણ ત્યાં જ વાહનો પાર કરે છે જેથી સ્થાનિક રહીશોને મુશ્કેલી પડે છે આ મામલે પોરના રહીશો દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને સંબંધિત વિભાગોને એક અરજી આપવામાં આવી છે. જેમાં સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે કોણ આવેલા ત્રણેય કોમ્પ્લેક્સમાં મકાનોમાં નિયમ મુજબ પાર્કિંગની જગ્યા છોડી અને કોમ્પ્લેક્સ બનાવવાનું હોય પરંતુ ત્યાં પાર્કિંગ બનાવ્યું નથી અને રોડ ઉપર જ વાહન પાર્ક કરે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ફાયર સિસ્ટમ જે હોવી જોઈએ તે નથી તેના કારણે ક્યારેક આગના બનાવો બને તો પણ ફાયર બ્રિગેડની ગાડી અંદર ન આવી શકે અને તે સિસ્ટમ કામ કરતી હોય તો કામગીરી કરી શકાય પરંતુ તે સિસ્ટમ જ નથી.
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ પાર્કિંગ ઝોન હોવા છતાં પણ તેઓ વાહનો રોડ ઉપર જ પાર્ક કરી દે છે. વધુમાં તેઓએ ફરિયાદ કરી હતી કે રોડ ઉપર વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે સામાન મુકવામાં આવે છે અને બોર્ડ પણ મૂકવામાં આવે છે. નકામો જે કચરો હોય છે તે પણ ફેંકી દેવામાં આવે છે. જેના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. પોળમાં અનેક પ્રાચીન મંદિરો તેમજ દેરાસરો આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે ફળોના કારણે ખૂબ જ તકલીફ પડે છે. વેપારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરી અને વાહનો પાર્ક કરવાના કારણે તકલીફ પડે છે. બાબતોને લઈ અને તાત્કાલિક નિવારણ લાવવામાં આવે તેવી પોળના રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે.
કોટ વિસ્તારમાં પોળના રહીશો અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહ્યા છે કોમર્શિયલ કોમ્પલેક્ષના દૂષણ, પોળના નાકે જ્યાં ત્યાં આવવા જવાના રસ્તા ઉપર વેપારીઓ માલસામાન મૂકે, દુકાનના બોર્ડ વધારે પડતા બહાર કાઢવાના લીધે પડતી તકલીફો, ટેમ્પાઓની ગેરકાયદેસર અવરજવર અને અધૂરામાં પૂરું પોળનાં રહીશો કંઈ કહેવા જાય તો વેપારીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવે અને થોડા દિવસ પહેલા પોળના એક રહીશને માર મારવાની ઘટનાના જોરદાર પડઘા પડ્યા હતા. આ બધાથી કંટાળીને પોળના રહીશોએ હવે બપોરે 12 થી 5 ટેમ્પાને પ્રવેશ બંધી અને નો પાર્કિંગ ઝોનનો ચુસ્ત અમલના બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો છે.
Source link