Uncategorized

પોલીસે જુગારીઓની મજામાં ભંગ પાડ્યો!: સુરતમાં 38 જગ્યાએથી પોલીસે 260 જુગારીઓને ઝડપી પાડ્યા, બે દિવસમાં પોલીસે 40.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો – InfowayTechnologies

સુરતએક કલાક પેહલા

  • કૉપી લિંક

સુરતમાં સાતમ-આઠમના પવિત્ર તહેવાર નિમિતે જુગારીઓ જુગાર રમતા હતા ત્યારે પોલીસે શહેરના અલગ-અલગ 38 વિસ્તારમાં દરોડા પાડી 260 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 40,35,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે પોલીસે ઝડપી પાડી તહેવારની મજા બગાડી નાખી હતી.

કાપોદ્રા વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા
કાપોદ્રા પોલીસે વિહળ નગર સોસાયટી મકાન નંબર-28ના પહેલા માળે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી 17,320 તથા કાપોદ્રા ધરમનગર રોડ જલ ક્રાંતિ મેદાનની સામે નારાયણ નગર સોસાયટી આશીર્વાદ એપાર્ટમેન્ટમાં જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડી 70,850, કાપોદ્રા કારગિલ ચૌક દાનગીગેવ સોસાયટીમાં ઘર નંબર એ-64ની અંદર દરોડા પાડી કુલ આઠ જુગારીઓને ઝડપી પોલીસે 81,790 તથા કાપોદ્રા સ્નેહમુદ્રા સોસાયટી ખાતા નંબર 45,46ના પહેલા માળેથી ચાર જુગારીઓને પકડી 10,310 અને ખાતાના દાદરમાં જુગાર રમતા 6 જુગારીઓને પકડી 27,330, કાપોદ્રા ખોડીયાર નગર રોડ બજરંગ નગર સોસાયટી લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટના સી-10 નંબરના મકાનમાં જુગાર રમતા 6 જુગારીઓને પકડી પોલીસે 26,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વરાછા વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા
વરાછા પોલીસે વરાછા એસએમસી ટેનામેન્ટમાં જુગાર રમતા 11 જુગારીઓને ઝડપી પાડી 12,020 રૂપિયા, વરાછા ભગીરથ સોસાયટી વિભાગ એક મકાન નંબર 186માં બીજા માળે ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડી 11,430, વરાછા ઈશ્વર નગર સોસાયટી ઘર નંબ૨-12 પાસે જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડી 25,990, વરાછા સંતોષ નગર સોસાયટી ખાતામાં જુગાર રમતા સાત જુગારીઓને પકડી 67,780, વરાછા વિવેકાનંદ સોસાયટી ઘર નંબર-310માં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી 12,440 જપ્ત કર્યા હતા.

પુણામાંથી જુગારીઓ ઝડપાયા
પુણા પોલીસે માતૃશક્તિ સોસાયટીના ઘર નંબર-33માં બીજા માળે જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી 26,900, પુણાગામ શાશ્વત પ્લાઝાની સામે રાધિકા પાર્ક સોસાયટીમાં પ્લોટ નંબર-20માં ચોથા માળે જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી 10,200, પુણાગામ નંદનવન સોસાયટી ઘર નંબર-547માં બીજા માળે જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી પાડી 1.14 લાખ રૂપિયા જમ કર્યા હતા. સારોલી પોલીસે સણીયા હેમાદ ગામ ઓમ એજન્સીમાં જુગાર રમતા 08 જુગારીઓને ઝડપી પાડી 67,990, સણીયા હેમાદ ગામમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી ઘર નંબર-14માં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી 24,500 જપ્ત કર્યા હતા.

સલાબતપુરામાં અને ડીંડોલીમાંથી જુગારીઓ ઝડપાયા
​​​​​​​સલાબતપુરા પોલીસે બેગમપુરા વાણીયા શેરી યુસુફ મંઝીલના પકિંગમાં ખુલ્લામાંથી સાત જુગારીને ઝડપી 17,160, ગોડાદરા પોલીસે મહાદેવ નગર પ્લોટ નંબર 194 માં દરોડા પાડી 06 જુગારીઓને ઝડપી પાડી 11,330, ડિંડોલી કરડવા રોડ પર શ્રીવિલા સોસાયટી સામે રાજદીપ સોસાયટી એપાર્ટમેન્ટમાં પોલીસે દરોડા પાડી 13 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાંથી 15,800, ડીંડોલી સી આર પાટીલ રોડ પર શ્રી હિર નગર સોસાયટીમાં દરોડા પાડી 09 જુગારને ઝડપી 12,390 રૂપિયા જપ્ત કર્યા હતા,

કતારગામમાંથી જુગારીઓ ઝડપાયા
​​​​​​​
કતારગામ ફુલપાડા ખડી મોહલ્લામાં જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી 39,200, કતારગામ જીઆઇડીસી ખાતા નંબર 706 માં ઓફિસમાં જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પોલીસે 2,62,300, સિંગણપુર ભોલી ન્યુ ત્રિવેણી નગર સોસાયટીની પાસે શ્યામ શિવમ કોમ્પ્લેક્સમાં દુકાનમાં જુગાર રમતા 8 જુગારીઓને ઝડપી 32,200 સિંગણપોર મહેતા નગરમાં પ્લોટ નંબર-121માં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી 35,290 રૂપિયા, સિંગણપોર વૈદીહી ફાર્મના બનાવેલા શેડમાં જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી 38,400 રૂપિયા, સિંગણપોર કેવડિયા ફાર્મના પાર્કિંગમાં જુગાર રમતા 2 જુગારીઓને પકડી 10,200 રૂપિયા જપ્ત કર્યા છે.

ખટોદરા ,પાંડેસરા અને ઉધનામાંથી જુગારીઓ ઝડપાયા
​​​​​​​ખટોદરા ટેનામેન્ટ સર્કલ સીએનજી પેટ્રોલ પંપની ગલીમાં સાઈનાથ ઇન્ડસ્ટ્રીમાં જુગાર રમતા હતા. જુગારીઓને પકડી પોલીસને રૂપિયા 4,17,500ની મત્તા જપ્ત કરી હતી. પાંડેસરા બમરોલી ગામ નવી વસાહત માંથી પોલીસે 2 જુગારીઓને ઝડપી 19,200 કર્યા હતા.

ઉત્રાણમાંથી 21 લાખના મુદ્દામાલ સાથે જુગારીઓ ઝડપાયા
​​​​​​​સુરતમાં ઉત્રાણમાં મારુતિનંદન સોસાયટીમાં પોલીસે દરોડા પાડી 9 જુગારીઓને ઝડપી તેમની પાસેથી પોલીસે 21,55,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં પોલીસે રોકડા રૂપિયા તથા નવ મોબાઇલ અને બે કાર તથા એક બાઈક પણ જપ્ત કરી હતી.

અમરોલીમાંથી જુગારીઓ ઝડપાયા
​​​​​​​
અમરોલી છાપરાભાઠા રોડ મધર ટેરેસામાં પાસે રોડ ઉપર જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી 10,210 અમરોલી શ્રીરામ નગર સોસાયટીમાંથી પોલીસે સાત જુગારીઓને ઝડપી 10,640, અમરોલી છાપરાભાઠા ભગતનગરમાં ખુલ્લા પ્લોટમાં રમતા 6 જુગારીને ઝડપી 10,680, અમરોલી કોસાડ આવાસ એચ ફાઈવ બિલ્ડીંગમાં જુગાર રમતા આઠ જુગારીઓને ઝડપી 10,310, કોસાડ આવાસ બિલ્ડીંગ નંબર-390ના ધાબા ઉપર જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી 10,130, છાપરાભાઠા પટેલ પાર્ક સોસાયટીમાં જુગા૨ ૨મતા 8 જુગારીઓને પકડી 2,29,680, અમરોલી બ્રાઇટ સ્ટોન રેસીડેન્સી ઘર નં.યુ-302માંથી 6 જુગારીઓને પકડી 55,340 રૂપિયા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button