પરિપત્ર: MSUમાં Ph.Dના વિદ્યાર્થીઓના આઠ ક્રેડિટ કોર્સના આધારે સિનોપ્સીસ સ્વિકારવા સત્તાધિશોનો આદેશ – InfowayTechnologies

વડોદરા8 કલાક પહેલા
- કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીના Ph.Dના વિદ્યાર્થીઓના સિનોપ્સીસ આઠ ક્રેડિટ સ્કોરના આધારે જ સ્વિકારવાનો પરિપત્ર તમામ ફેકલ્ટીઓને પાઠવવામાં આવ્યો છે.
યુજીસીના નિયમોનો હવાલો આપ્યો
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી (MSU)માં એકેડમી વિભાગે પહેલા જણાવ્યું હતું કે, પી.એચડી કરતા વિદ્યાર્થીઓએ આઠ ક્રેડિટના બદલે બાર ક્રેડિટનો કોર્સ કરવો પડશે તે પછી જ તેમના સિનોપ્સીસ (સારાંશ) સ્વિકારવામાં આવશે. આ માટે તેમણે યુજીસીના નવા નિયમોનો હવાલો આપ્યો હતો. જો કે આ નિયમો ક્યારથી લાગુ પડશે તેની સ્પષ્ટતા કરવામાં આવી ન હતી. જો કે 2019થી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 12 ક્રેડિટના બદલે આઠ ક્રેડિટનો જ કોર્સ કર્યો હતો. જેથી વિદ્યાર્થીઓના સિનોપ્સીસ સ્વિકારવાની એકેડમીક વિભાગે ના પાડી હતી.
આખરે નિર્ણય બદલ્યો
આ મુદ્દાને લઇને અધ્યાપકો અને સેનેટ સભ્યોએ રજીસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરી હતી. જેથી એમ.એસ.યુનિવર્સિટીના સત્તાધિશોએ હવે નવો પરિપત્ર કરી આઠ ક્રેડિટનો કોર્સ કરનારાઓના સિનોપ્સીસ સ્વીકારવા આદેશ કર્યો છે. આ અંગે યુનિવર્સિટીના PRO લકુલિશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ અંગે રજૂઆતો મળતા કેટલીક વિસંગતતાઓ જણાતા આઠ ક્રેડિટના કોર્સને મંજૂર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Source link