નુકસાન કરાયો હોવાનો ગણગણાટ: પાલનપુર પાલિકાના પરિસરનો ભંગાર ઓછી કિંમતે વેચતાં હડકંપ,રિ-ટેન્ડર થવાની શક્યતા – InfowayTechnologies

પાલનપુર7 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ઓનલાઇન હરાજી યોજીને અપસેટ પ્રાઈઝ કરતાં પણ નીચી કિંમતે ભંગાર આપી પાલિકાને આર્થિક નુકસાન કરાયો હોવાનો ગણગણાટ
પાલનપુર નગરપાલિકાના પરિસરનો ભંગાર રાતોરાત ઓછી રકમમાં આપી દેવાયાની ચર્ચાથી પાલિકા વર્તુળમાં ઉહાપોહ વ્યાપી ગયો છે. ચર્ચા એવી છેકે ઓનલાઇન હરાજી યોજી અપસેટ પ્રાઈઝ કરતાં પણ નીચી કિંમતે લાખો રૂપિયાનો ભંગાર આપી પાલિકાને આર્થિક નુકસાન કરવામાં આવ્યો છે તો બીજીતરફ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કે અમાં આવી રહી હોવાનો ગણગણાટ વ્યાપી રહ્યો છે.
હાલમાં કારોબારી સમિતિ દ્વારા પાલનપુર નગરપાલિકાનું કમ્પાઉન્ડ સ્વચ્છ અને ખુલ્લુ કરવાના નામે બિન ઉપયોગી ટ્રેક્ટર સહિતનો લોખંડનો કાટમાળ સ્ક્રેપ તરીકે ગણીને તેની હરાજી કરવા માટેનો ઠરાવ કરાયો હતો અને તે માટે ઓનલાઈન પ્રક્રિયા પણ થઈ હતી પરંતુ હરાજીના નિયમો નેવે મૂકીને અપસેટ પ્રાઇઝ કરતા પણ ઓછી કિંમતે ભંગાર પધરાવી દેવાયો હોવાનું પાલિકાના વર્તુળમાં ચર્ચાસ્પદ બન્યું છે પરંતુ ખુલીને કહેવા કોઈ તૈયાર નથી.
વિપક્ષના નેતા અંકિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે હજુ સુધી ઠોસ વિગતો પાલિકા દ્વારા મળી નથી પરંતુ વિગતો માંગવામાં આવી છે જે આવ્યા બાદ હું કઈક જણાવી શકું. જ્યારે પાલનપુર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર રુડાભાઈ રબારીને નગરપાલિકાના પરિસર માંથી કેપ નો સામાન ક્યાં ગયો? તેવું પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતની મને કંઈ ખબર નથી તેમ જણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી દીધા હતા.
રિ-ટેન્ડર માટેનો તખતો ગોઠવાયો
પાલિકાના સુત્રો પાસેથી મળેલી વિગતો મુજબ સ્ક્રેપ કૌભાંડમાં ભાજપની છબી ખરડાતી હોવાનું સુર ઉઠતો હોવાથી પાલિકાની જવાબદાર શાસક બોડી સમગ્ર પ્રક્રિયાને રિટેન્ડરીંગ કરે તેવી શક્યતા છે. હવે જો ફરીથી સ્ક્રેપનું રિ-ટેન્ડર થાય તો જુના માલ સામાન અંગે ખુલાસા કરવા અંગે વધુ મુશ્કેલી વાળી સ્થિતિ સર્જાશે.
Source link