ધરતીપુત્રોને સતાવતી માવઠાની ચિંતા: સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી થતા ખેડૂતોને કેરી, ઘઉં અને કપાસના ઉભા પાકને નુકસાન થવાની ભીતિ – InfowayTechnologies

સુરત6 મિનિટ પહેલા
માવઠાની આગાહીના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
વાતાવરણમાં જરા પણ પલટો આવે ત્યારે સૌથી પહેલા ખેડૂતો ચિંતામાં મુકાઈ જતા હોય છે. વરસાદ હોય કે, માવઠાની વાત આવતી હોય ત્યારે ખેડૂતોને ઉભા પાકની ચિંતા વર્તાતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં તારીખ 4 થી 6 માર્ચ સુધીમાં માવઠાનું વાતાવરણ હોવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને અત્યારથી જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો છે.
કેરી અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ
શિયાળા બાદ એકાએક હવે વાતાવરણમાં પલટો આવ્યો છે. લોકો ઉનાળાનો અનુભવ કરતા થઈ ગયા છે. તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. તેના કારણે લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. એકાએક થયેલા વાતાવરણના પલટાને કારણે માવઠાની સ્થિતિ પણ ઊભી થઈ રહી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક ગામોમાં આગામી 4 માર્ચથી હળવાથી મધ્યમ વરસાદ પડશે અને માવઠાનો સીલસીલો ત્રણ દિવસ ચાલુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના મુજબ આજે મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 19.6 ડિગ્રી વધારો થતા ઉનાળાનું આગમન થઇ રહ્યાનું સ્પષ્ટ બની રહ્યું છે. ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ 36 ટકા અને ઉત્તર દિશામાંથી પ્રતિ કલાક 4 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. વાતાવરણના પલટાને કારણે જો કમોસમી વરસાદ આવે તો આવનાર દેશોમાં કેરીના પાકને પણ મોટું નુકસાન થઈ શકે છે.પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તેની અસરને પગલે બદલાયેલા વાતાવરણથી રાજસ્થાન અને બિહારમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન જોવા મળ્યું છે અને વરસાદ માટેનું વાતાવરણ ઊભું થયું છે.
કેરી સહિતના બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા
સુરત જિલ્લાના ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું કે, સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર કેરીનો મતલબ પાક થતો હોય છે. અત્યારે આંબા ઉપર કેરીના મોર પણ આવી ગયા છે. આવી સ્થિતિમાં વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતોને આર્થિક નુકસાન ઉઠાવવાનો વખત આવી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ઘઉંનો પાક ઓછો છે. તેમજ ભરૂચ જિલ્લામાં કપાસના ઉભા પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહે છે.
Source link