Uncategorized
દારૂ ઝડપાયો: પાટડીના યુવાનને પોલીસે ઈંગ્લીશ દારૂની 96 બોટલ સાથે ઝડપી પાડ્યો – InfowayTechnologies

સુરેન્દ્રનગર5 કલાક પહેલા
- કૉપી લિંક
પાટડીનો યુવાન વિદેશી દારૂની 96 બોટલો સાથે ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે. ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કવોડની ટીમેં રૂ. 9600ના મુદામાલ સાથે શખ્સને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.
ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતની આગેવાનીમા ડીવાયએસપી સ્કવોડની ટીમ દ્વારા બાતમીના આધારે પાટડીમા દશામાં પરામાં રહેણાંક મકાનમાં અચાનક દરોડો પાડીને કિશન મેરૂભાઇ બામણીયાને વિદેશી દારૂની બોટલો નંગ- 91, કિમત રૂ. 9100 અને બિયર ટીન નંગ- 5, કિંમત રૂ. 500 મળી કુલ રૂ. 9600ના મુદામાલ સાથે ઝબ્બે કરી પાટડી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ દરોડામાં ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કવોડના ડીવાયએસપી જે.ડી.પુરોહિતની આગેવાનીમાં અજીતસિંહ, મયુરભાઇ અને દશરથભાઇ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ ચલાવી રહી છે.
અન્ય સમાચારો પણ છે…
Source link