Uncategorized

ત્રણ વર્ષની બાળકી પર દીપડાનો હુમલો: લીલીયાના આંબા ગામે બાળકી તેના પરિવાર સાથે ઊંઘી રહી હતી ત્યારે જ દીપડો ત્રાટક્યો, લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ખસેડાઈ – InfowayTechnologies

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Girl Was Sleeping With Her Family In Amba Village Of Liliya When The Leopard Struck, The Girl Was Rushed To The Hospital In A Bloody Condition.

અમરેલી12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામમાં પરિવાર સાથે ઊંઘી રહેલી બાળકી પર દીપડાએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. દીપડાના હુમલામાં બાળકી ઘાયલ થતા સારવાર માટે ખસેડવામાં આવી છે.

અમરેલીના લીલીયા તાલુકાના આંબા ગામમાં વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવાર ઊંઘી રહ્યો હતો ત્યારે જ દીપડો ત્રાટક્યો હતો અને 3 વર્ષીય બાળકી પર હુમલો કર્યો હતો. હુમલાના કારણે તમામ લોકો ઉઠી ગયા હતા અને બૂમાબૂમ કરતા દીપડો બાળકીને મૂકી નાશી છૂટ્યો હતો. બાળકી લોહીલુહાણ થતા પરિવારજનોએ હોસ્પિટલ સારવાર માટે ખસેડી હતી.

ઘટનાના પગલે લીલીયા આરએફઓ સહિતની વનવિભાગની ટીમ હોસ્પિટલ પરિવારજનોના નિવેદન માટે પહોંચી હતી. વનવિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાનું લોકેશન મેળવી પાંજરે પુરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ વનવિભાગ દ્વારા પણ આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે લોકોને ખુલ્લામાં ન સૂવા માટે અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button