Uncategorized

તેલાવ માતાનો મેળો: બારાવાડમાં બે અગિયારસ હોવાના કારણે બે દિવસ મેળો ભરાયો; શ્રદ્ધાળુઓએ સ્નાન કરી ધન્યતા અનુભવી – InfowayTechnologies

છોટા ઉદેપુર19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાવીજેતપુર તાલુકાના બારાવાડ ગામની ટેકરી પાસે આવેલા તેલાવ માતાના મંદિરે બે અગિયારસ હોવાના કારણે સતત બે દિવસ ગુરુવાર અને શુક્રવારે મેળો ભરાયો હતો. વર્ષોથી ભરાતા મેળામાં નદીનું પાણી સૂકાય જતા શ્રદ્ધાળુઓએ બોરના પાણીથી સ્નાન કરી પોતાના પાપ ધોઈ ધન્યતા પ્રાપ્ત કરી હતી.

ફાગણ સુદ અગિયારસનો દિવસ એટલે ઐતિહાસિક વારસો, પૌરાણિક સ્થાપત્ય, ઓરસંગ માતાનો ઐતિહાસિક પટ, ભરપૂર કુદરતી સંપતિ, ભરપૂર પ્રાકૃતિક સૌન્દર્યનો નયનરમ્ય મનમોહક નજારો ધરાવતી ઐતિહાસિક પરંતુ ઇતિહાસમાં ના લખાયેલ, ના વર્ણવેલા છતાં આદિવાસી સંસ્કૃતિનો સુમેળ સાથે હોળીના તહેવાર પૂર્વે તેલાવ માતાના ખોળામાં, પ્રકૃતિની ગોદમાં આદિવાસીઓના નવા ઉમંગ, ઉત્સાહ સાથે ભરાતો “તેલાવ માતાનો મેળો” પાવીજેતપુરથી 8 કિલોમીટર જેટલા અંતરે આવેલો છે.

બારાવાડ ટેકરી નજીક આવેલા તેલાવ માતાના મંદિરે અગિયારસના દિવસે વર્ષોથી પરંપરાગત આદિવાસી મેળો યોજવામાં આવે છે. બે અગિયારસના કારણે બે દિવસ મેળો ભરાયો હતો. આદિવાસી મેળામાં પાવીજેતપુર, છોટાઉદેપુર તેમજ કંવાટ તાલુકાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેળાની મજા માણે છે.

નદીના પાણીમાં સ્નાનનો મહિમા
તેલાવ માતાના મંદિરની તળેટીમાંથી પસાર થતા નદી ઉપર વર્ષોથી પગથિયા બનાવી દેવામાં આવ્યા છે. જ્યાંથી ભક્તજનો શ્રદ્ધાથી નદીના પાણીમાં ઉતરી ડૂબકી મારી સ્નાન કરી પોતાના પાપને ધોઈ “મા”ના પેટમાંથી જન્મ્યા હોય તેવા પવિત્ર થઈ જતા હતા.

કેટલાક વર્ષોથી નદીમાં પાણી સુકાઈ જતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી
પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેતી ખનન ખૂબ વધી જવાથી વર્ષોથી આ નદીમાં ક્યારેય નહીં સુકાયેલું પાણી છેલ્લા કેટલાય વર્ષોથી સુકાઈ જવા પામ્યું છે. જેમાં ગત વર્ષે પાણીનું પુર આવતા ઘાટ જેવા મોટા મોટા પગથીયા બનાવ્યા હતા. તેમજ મંદિરની બાજુની ડુંગરીનો કિનારો ધોવાઈ જવા પામ્યો છે.

શ્રદ્ધાળુઓની આસ્થા સાચવવાનો પ્રયાસ
પાણી સુકાઈ જતા પંચાયત દ્વારા નદીમાં જેસીબી લગાવી બારાવડ પંચાયતના સરપંચ દ્વારા રસ્તો બનાવી અને બોરમાં મોટર મૂકી દેવામાં આવી હતી. તેલાવ માતાની તળેટીમાંથી નીકળતું પાણી ખૂબ જ પવિત્ર મનાતું હોય તેથી લોકો આ પાણીને પોતાની બોટલોમાં ભરી મોઢું ધોઈ, કપડાં પલાળી ધન્યતા પ્રાપ્ત કરતા નજરે પડતા હતા. આ પવિત્ર પાણી લેવા માટે લોકોની ખૂબ જ પડાપડી જોવા મળી હતી.

પારંપરિક વાજિંત્રો વગાડી આગવી અદામાં નાચગાન
આ મેળામાં અંતરિયાળ વિસ્તારના કવાંટ બાજુના આદિવાસીઓ આગલી રાત્રે આવી જઈ પોતાના પીસવા (પીહા) વગાડી પોતાની આગવી અદામાં નૃત્ય કરતા નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button