તપાસ: ડીસામાં પુત્રએ પિતા પાસે લોનના નાણાં ભરાવી મકાન માતાના નામે ન કરાવ્યું – InfowayTechnologies

પાલનપુર35 મિનિટ પહેલા
- કૉપી લિંક
- પાણીનો પુરવઠો કાપી નાખ્યો, જમીન હડપ કરવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી
ડીસાની જલારામ સોસાયટીમાં પુત્રએ પિતા પાસેથી લોનના નાણાં ભરાવી મકાન માતાને નામે કરાવ્યું ન હતુ. તેમજ બે માળના મકાનમાં નીચેના મકાનનું લાઇટ, પાણી કનેકશન કાપી નાંખ્યુ હતુ. તેમજ જમીન હડપ કરવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પિતાએ પુત્ર સામે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ડીસા પાટણ હાઇવે ઉપર જલારામ સોસાયટી ભાગ- 1માં રહેતા પ્રકાશકુમાર દલપતભાઇ પઢિયારની ઉમર થઇ ગઇ હોવાથી મકાન માટે તેમના મોટા દિકરા કૃણાલના નામે પાલનપુરથી લોન કરાવી હતી. જેના રૂપિયા 6.50 લાખ લઇ બે માળનું મકાન બનાવ્યું હતુ. લોનના હપ્તાની રકમ પ્રકાશભાઇ તેમના પુત્રના ખાતામાં નાંખતા હતા.
દરમિયાન કૃણાલે પોતાને બીજી લોન કરાવવાનું કહી બાકી રહેલા રૂપિયા 2 લાખ પ્રકાશભાઇએ આપી દીધા હતા. જોકે, તે પછી કૃણાલે મકાન તેની માતાના નામે કરાવ્યું ન હતુ. અને નીચેના મકાનનું લાઇટ બીલ ન ભરી કપાવી નાંખ્યું હતુ. તેણે ઉપરના મકાનમાં નવું વીજ કનેકશન લીધું હતુ. તેમજ નીચેના મકાનનું પાણીનું કનેકશન પણ બંધ કરી દીધું હતુ. તેમજ રાજપુરમાં આવેલી ખેતીની જમીન પણ હડપ કરવા માટે જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ અંગે પ્રકાશભાઇએ તેમના પુત્ર કૃણાલ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Source link