Uncategorized

ડિજિટલ ઈન્ડિયા અભિયાન: તમામ આરક્ષિત ટ્રેનોમાં ટીટીઈ ધરાવે છે HHT; ઉપકરણનો ઉપયોગ- ટ્રેનમાં આરક્ષિત ટીકીટ, મુસાફરોને સીટ ફાળવવા – InfowayTechnologies

પોરબંદર6 કલાક પહેલા

  • કૉપી લિંક

ડિજિટલ ઈન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન આપવા પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે ડિવિઝનની તમામ આરક્ષિત ટ્રેનોમાં ટિકિટ ચેકિંગ સ્ટાફને હેન્ડ હેલ્ડ ટર્મિનલ (HHT) ઉપકરણો પ્રદાન કરવામાં આવ્યા છે. આ ઉપકરણનો ઉપયોગ ચાલતી ટ્રેનોમાં આરક્ષિત ટિકિટ તપાસવા અને અન્ય મુસાફરોને ખાલી સીટ ફાળવવા માટે થાય છે.

વધુ માહિતી આપતા ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમે જણાવ્યું હતું કે, ભાવનગર રેલ્વે ડિવિઝન થઈને ચાલતી તમામ આરક્ષિત ટ્રેનોમાં ટીટીઈ દ્વારા HHT ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ડિવિઝનને 93 HHT ઉપકરણ પૂરા પાડવામાં આવ્યા છે. આ ઉપકરણ ચલાવવા માટે ટિકિટ ચેકિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. નોંધનીય છે કે, ભાવનગર રેલ્વે ડિવિઝન પર આ અત્યાધુનિક હેન્ડ હેલ્ડ ટર્મિનલ ઉપકરણનો ઉપયોગ 18 જુલાઈ, 2022ના રોજ 8 ટ્રેનોમાં શરૂ કરવામાં આવ્યો હતો.

આ HHTs ટિકિટ ચેકિંગ સ્ટાફને RAC અને વેઇટલિસ્ટ પેસેન્જરોને ખાલી બર્થ ફાળવવામાં મદદ કરે છે અને સર્વર પર સીટ/બર્થ ઓક્યુપન્સી વિશે અપડેટ માહિતી મોકલવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. રીઅલ-ટાઇમ માહિતી HHT દ્વારા GPRS ની મદદ થી PRS ને મોકલવામાં આવે છે અને પછીના સ્ટેશનો પર વેઇટલિસ્ટ મુસાફરોને ખાલી બર્થ ફાળવી શકાય છે. તે સીટ એલોટમેન્ટ સિસ્ટમમાં વધુ સારી પારદર્શિતા પણ સુનિશ્ચિત કરે છે અને બોજારૂપ મેન્યુઅલ પ્રક્રિયાને દૂર કરે છે. HHT ના અમલીકરણ સાથે, પ્રિન્ટીંગ ચાર્ટની સિસ્ટમ અપ્રચલિત થઈ ગઈ છે, જેના કારણે પેપરલેસ કામ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button