Uncategorized

ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો: મોરબીના સિરામિક પ્લાઝા અને શક્તિ ચેમ્બરમાં ચોરીને અંજામ આપનાર ઇસમ ઝડપાયો; દુકાનમાં બંને તરફ તાળું લગાવવા, સિક્યુરીટી ગાર્ડ રાખવા અપીલ કરી – InfowayTechnologies

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Morbi’s Ceramic Plaza And Shakti Chamber Burglary Suspect Isam Nabbed; Locked On Both Sides Of The Shop, Appealed To Keep Security Guards

મોરબી5 કલાક પહેલા

  • કૉપી લિંક

મોરબી શહેર નજીક હાઇવે પર આવેલ સિરામિક પ્લાઝા 01 અને 02 તેમજ બાદમાં શક્તિ ચેમ્બર 01 અને 02 કોમ્પ્લેક્ષની અનેક દુકાનોમાં શટર ઊંચકી પરચુરણ રોકડ રકમની ચોરી કરનાર મધ્યપ્રદેશના શખ્શને ઝડપી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

તસ્કરને ઝડપી લેવા તપાસ ચલાવી હતી
મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ સિરામિક પ્લાઝા 01 અને 02માં ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો અને બાદમાં 4 દિવસ બાદ શક્તિ ચેમ્બર 01 અને 02માં અનેક દુકાનોમાં ચોરી કરવામાં આવી હતી. જે બંને ચોરીના બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી અને પોલીસની વિવિધ ટીમો બનાવી તસ્કરને ઝડપી લેવા તપાસ ચલાવી હતી. જેમાં ચોરીને અંજામ આપનાર આરોપી અમિત રાવતને ઝડપી લેવામાં આવ્યો છે.

કોર્ટમાં રજૂ કરતા 1 દીવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા
જે ચોરીના બનાવ મામલે ડીવાયએસપીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી અમિત રાવત અગાઉ ઘૂટું રોડ પરની ફેકટરીમાં કામ કરી ચુક્યો હવાથી મોરબીથી પરિચિત હતો. જ્યાં કામ કરી વતન પરત ફર્યો હતો અને ત્યારબાદ મોરબી આવી ચોરીને અંજામ આપવાનું શરુ કર્યું હતું. કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં એક તરફ દુકાનને તાળું લગાવવામાં આવતું હોવાથી ઈંટ કે પથ્થર મૂકી એક તરફથી શટર ઊંચકીને અંદર ઘુસી ચોરીને અંજામ અપાતો હતો. જે આરોપીને ઝડપી લઈને ચોરીમાં ગયેલા રોકડ રકમ રીકવર કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરતા 1 દીવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

દુકાનમાં બંને તરફ તાળું લગાવવા, સિક્યુરીટી ગાર્ડ રાખવા અપીલ
પત્રકાર પરિષદમાં ડીવાયએસપીએ વેપારીઓ જોગ અપીલ કરી હતી કે, સામાન્ય રીતે વેપારી દુકાનમાં એક તરફ તાળું લગાવતા હોય છે. જેથી બીજી તરફથી શટર ઊંચું કરી અંદર ઘુસી ચોરી કરી શકાય છે. જેથી વેપારીઓ શટરના બંને તરફ તાળું લગાવે તેવી અપીલ કરવામાં આવી હતી. તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં સિક્યુરીટી ગાર્ડ રાખવા અંગે પણ જણાવ્યું હતું.

આરોપી દિવસે રેકી કરતો, રાત્રિના ચોરીને અંજામ આપતો
સિરામિક પ્લાઝા 01-02 અને શક્તિ ચેમ્બર 01 અને 02 એમ બાજુ-બાજુમાં આવેલા ચાર કોમ્પ્લેક્ષમાં બે રાત્રિમાં અનેક દુકાનોમાં ચોરીને અંજામ આપનાર ઇસમ અગાઉ મોરબી મજુરી કામ કરી ચુક્યો હોવાથી મોરબીથી પરિચિત હતો. જે દિવસે રેકી કરી રાત્રિના ચોરીને અંજામ આપતો હતો. જે આરોપીનો ગુજરાત રાજ્યમાં કોઈ ગુનાહિત ઈતિહાસ માલૂમ પડ્યો નથી અને મધ્યપ્રદેશથી રેકોર્ડ મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું પણ ડીવાયએસપીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button