ઘરફોડ ચોરી: આણંદમાં વીજકર્મી સંબંધીના ખબર અંતર પૂછવા ગયાને પાછળથી તસ્કરો 57 હજારનો મુદ્દામાલ ઉઠાવી ગયા – InfowayTechnologies

- Gujarati News
- Local
- Gujarat
- Anand
- After Going To Anand To Inquire About The Whereabouts Of The Electrician’s Relative, The Traffickers Later Took The Stolen Goods Worth 57,000.
આણંદ17 મિનિટ પહેલા
- કૉપી લિંક
આણંદ શહેરના ચૈતન્ય ટાઉનશીપમાં ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનમાંથી રોકડ અને દાગીના મળી કુલ રૂ.57 હજારની મત્તા ચોરી ગયા હતા. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આણંદ શહેરના અમી ઓટો સામે આવેલી ચૈતન્ય ટાઉનશીપમાં રહેતા મહેન્દ્રકુમાર રતનસિંહ પરમાર જીઈબીમાં ઈલેક્ટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમના બહેન અને બનેવી મકાનના પહેલા માળે રહે છે. 4થી માર્ચના રોજ સાંજના સાતેક વાગ્યાના સુમારે મહેન્દ્રકુમાર અને તેમના પત્ની સુશીલાબહેન સહિત પરિવારજનો રાત્રિના બે વાગ્યે વલસાડ ખાતે સંબંધીની ખબર અંતર જોવા નીકળ્યાં હતાં. દરમિયાનમાં તેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં હતાં. તેઓએ દરવાજાનું લોક તોડી, નકુચો પણ તોડી નાંખી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ તિજોરીના લોકર તોડી અંદરથી સોના – ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૂ.57,500ની મત્તા ચોરી કરી નાસી ગયા હતા.
આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. ભરવાડને સોંપી છે.
Source link