કાર્યવાહી: ફ્લાઈટમાં એર હોસ્ટેસની જાતીય સતામણી કરનાર યુવાનની ધરપકડ – InfowayTechnologies
મુંબઈ42 મિનિટ પેહલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- મસ્કત- ઢાકાની ફ્લાઈટમાં ગેરવર્તન
મસ્કત- ઢાકાની વાયા મુંબઈ ફ્લાઈટમાં એર હોસ્ટેસની જાતીય સતામણી કરવા સંબંધે પોલીસે 30 વર્ષીય બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. આ ઘટના વિસ્તારાની ફ્લાઈટ શુક્રવારે પરોઢિયે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરવાની તૈયારીમાં હતી ત્યારે બની હતી.આરોપી મહંમદ દુલાલ બાંગ્લાદેશી નાગરિક છે. તે વિસ્તારાની ફ્લાઈટમાં મસ્તાકથી ઢાકા વાયા મુંબઈ જતો હતો. ફ્લાઈટ મુંબઈમાં ઉતરાણ કરવાની હતી તેના અડધો કલાક પૂર્વે દુલાલ પોતાની બેઠક પરથી ઊભો થયો હતો. તે એર હોસ્ટેસને ભેટી પડ્યો હતો અને ચુંબન કરવાનો પ્રયાસ કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
વળી, અન્ય કેબિન ક્રુના સભ્યો અને પ્રવાસીઓ એર હોસ્ટેસને બચાવવા માટે આવ્યા ત્યારે આરોપીએ હસ્તમૈથુન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. ફ્લાઈટના કેપ્ટને તે પછી રેડ વોર્નિંગ કાર્ડ વાંચી સંભળાવ્યું હતું, પરંતુ તે છતાં આરોપી સાંભળવા માટે તૈયાર નહોતો. આખરે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઈટ ઊતરી ત્યારે આરોપીને પકડીને સલામતી અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો, જેને પછી સહાર એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો. એર હોસ્ટેસની ફરિયાદની આધારે આરોપી વિરદ્ધ ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ તેને સ્થાનિક કોર્ટમાં હાજર કરાતાં પોલીસ કસ્ટડી આપવામાં આવી હતી.
Source link