Uncategorized

કાર્યવાહી: નગરપતિને થપ્પડ મારનાર સુખપરના શખ્સની અટકાયત – InfowayTechnologies

ભુજ11 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • પોલીસની શાંતિ જાળવવા કાર્યવાહી – ફરિયાદ ન થઇ

નાગોર રોડ પર પાલિકાની ડમ્પીંગ સાઈટ પર બે ગાયોના મોત મામલે બુધવારે રજૂઆત સમયે એક ગૌસેવકે નગરપતિને લાફો માર્યો હતો.જોકે બનાવ બાદ પ્રમુખે ફરિયાદ ન નોધાવતા આખરે પોલીસે સીઆરપીસી કલમ હેઠળ સુલેહશાંતિ જાળવી રાખવા સુખપરના શખ્સની અટકાયત કરી હતી.

ગત બુધવારે શહેરના નગરપતિ ઘનશ્યામ ઠક્કરને સુખપરના મહિપતસિંહ સોઢા ઉર્ફે લાલા એ નગરપાલિકા કચેરીમાં જ ગાલ પર તમાચો ઝીંકી દીધો હતો.નાગોર રોડ પર આવેલ નગરપાલિકાની ડમ્પીંગ સાઈટ પર વીજ આંચકો લાગવાના કારણે બે ગાયોના મોત થયા હતા.જેની રજૂઆત કરવા ગૌસેવકો નગરપતિ પાસે આવ્યા હતા.એ દરમિયાન નગરપતિને થપ્પડ માર્યાની ઘટના બની હતી.શહેરમા ભારે ચર્ચાનું કેન્દ્ર બનેલી આ ઘટનામાં થપ્પડ મારનાર શખ્સ વિરુદ્ધ કોઈ ફરિયાદ ન નોધાતા આખરે શહેર એ ડીવીઝન પોલીસે સીઆરપીસી કલમ હેઠળ જાહેર સુલેહ શાંતિના ભંગ સબબ સુખપરના શખ્સ સામે અટકાયતી પગલા ભર્યા હતા.આ ઘટનામાં જીલ્લાના દરેક તાલુકામાં નગરપાલિકા પ્રમુખની તરફેણમાં આવેદન પત્રો પણ અપાયા હતા.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button