Uncategorized

કારે બાઈકને ટક્કર મારી: જામનગરમાં એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતી કારે બાઇક સવારને અડફેટે લીધો, ચાલકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો – InfowayTechnologies

જામનગર37 મિનિટ પહેલા

  • કૉપી લિંક

જામનગર શહેરના માર્ગો પર બેફામ અનેક બેદરકારી પૂર્વક વાહન ચલાવતા ચાલકો રાહદારીઓને અને અન્ય બાઈકસવારોને ઠોકરે ચડાવી અકસ્માતની ઘટનાઓ સતત સર્જી રહ્યા છે. જેથી અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરાત્રે એક કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. જેથી તેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જામનગરના પંડિત નહેરૂ માર્ગ તથા જોગસપાર્ક, ડી.કે.વી. સહિતના વિસ્તારોમાં વાહન ચાલકો બેફામ બની વાહનો ચલાવતા હોય છે અને રાહદારીઓને હડફેટે લેતા હોય છે. ત્યારે ગતરાત્રિના સમયે બેડી બંદર રોડ પર આવેલા રોયલ પ્લાઝા એપાર્ટમેન્ટમાંથી બહાર નિકળતી કારે મેઈન રોડ પર જતાં બાઈકસવારને ઠોકર મારી હતી. જેથી અકસ્માત થતા બાઈકસવારને ઈજા પહોંચી હતી. જેને લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સ્થળે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતાં. પોલીસ વિભાગ દ્વારા શહેરના માર્ગો પર બેફામ અને પૂરઝડપે વાહનો ચલાવતા ચાલકો સામે કડક અને નિયમિત કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button