ઉજવણી: દાંડી વિનય મંદિર (હાઇ.)માં છાત્રોએ શિક્ષક દિને ડો. રાધાકૃષ્ણનના જીવન વિશે શોર્ટ ફિલ્મ નિહાળી – InfowayTechnologies
નવસારી22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગાંધીજીના વિચારોને શિક્ષણમાં સાકારિત કરવા માટે સ્થપાયેલ 54 વર્ષ જૂની સંસ્થા વિનય મંદિર (હાઈસ્કૂલ) દાંડીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહથી શિક્ષક દિનની ઉજવણી કરાઇ હતી. શિક્ષક દિનની ઉજવણીની શરૂઆત પ્રાર્થના સંમેલનમાં રાધાકૃષ્ણનની પ્રતિમાને શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પ અર્પણ કરીને થઈ હતી. રાધાકૃષ્ણના જીવન વિશે શોર્ટ ફિલ્મ સૌએ નિહાળી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયના શિક્ષક બનીને સમગ્ર દિવસ દરમિયાન શિક્ષણ કાર્ય કર્યું હતું. ઉજવણીની પૂર્ણાહૂતિ સ્વરૂપે યોજાયેલા સંમેલનમાં વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. “આજના દિવસે અમે શિક્ષકોના આભારી છીએ અને એમના પ્રયત્નો અને સમર્પણને સન્માનીએ છીએ, કારણ કે શિક્ષક તરીકેની કામગીરી મુશ્કેલ હોવા છતાં આનંદદાયક છે” એવું શિક્ષક દિવસના પ્રિન્સિપાલ બનેલ ધોરણ-12ની વિદ્યાર્થિની ક્રીના પટેલે જણાવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય યોગેશ ગોરાનેએ સૌને શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી હતી.
Source link