Uncategorized

આવ્યો રંગોનો તહેવાર: આગીયા ગામે ધગધગતા અંગારા પર ચાલીને ઉજવાતી અનોખી હોળી, પ્રાંતિજના મજરા ભૈરવનાથ ચોકમાં ઉલ્લાસભેર હોળી-ધુળેટીની ઉજવણી – InfowayTechnologies

સાબરકાંઠા (હિંમતનગર)8 કલાક પહેલા

  • કૉપી લિંક

ખેડબ્રહ્મા તાલુકાના આગીયા ગામે પાંડવ કાળથી હોળી પ્રગટાવાની પરંપરા આજે પણ યથાવત છે. ત્યારે હોળીના પર્વના દિવસે શ્રધ્ધાળુઓ આગીયા ગામે હોળી પ્રગટાવી ધગધગતા અંગારા પર ચાલીને ઉજવણી કરે છે.

ખેડબ્રહ્મા પંથકમાં હોળીનુ અનોખુ મહત્વ રહ્યુ છે. હોળીના દસ-દિવસ પૂર્વ ગામ લોકો એકઠા થઈને કળ શસ્થાપી હોળી જગાવે છે. હોળી દહન માટે ગામના દરેક ઘર દીઠ એક કાસ્ટ (લાકડુ) છાણના હોળાયા અને ધજા પણ ચઢાવે છે. જે આકર્ષક સાજ સજાવટથી ગોઠવાય છે. ખેડબ્રહ્મા તાલુકાના આગીયા ગામ દસ કિ.મી દુર અંબાજી હાઈવે રોડ ઉપર આવેલ-મહાભારત કાળથી ચાલતી આવતી આગીયા ગામની પારંપરીક પ્રણાલી પ્રમાણે તે સમયે પાંચ-પાંડવો આગીયા ગામના લાક્ષા ભુવનમાં આવ્યા અને ત્યાં પાચેક પાંડવો અને માતા કુન્તા હીડમ્બાવનમાં આગીયા ગામના વિસ્તારમાં તેમણે વસવાટ કર્યો અને તેને માખણીયો પર્વત કહેવાતો હતો. તે આજે ખેડબ્રહ્મા તાલુકાના આગીયા ગામની પશ્ચિમ દિશાએ માણેકનાથનો પર્વત તરીકે ઓળખાય છે.

ખેડબ્રહ્મા અતિપછાત આદિવાસી વિસ્તારના મટોડા ગામે ખોદકામ કરવાથી હાલ 13 શિવલીંગો નિકળતા 12 અલગ અલગ શિવલિંગોવાળા મંદીરો આજે બનાવેલા છે. હોળીની સળગતી ધજા હવામાં ઉડતી ઉડતી નીચે આવે ત્યારે ધજાને કોઈ નિઃસંતાન દ્વારા પકડવામાં આવે તેના ઘરે પારણું બંધાય છે. તેવી માન્યતા અહી પ્રચલીત છે. હોળી પ્રગટયા પછી હોળીની જવાળાથી ઉડેલી ધજા કંઈ દિશામાં ઉડીને પડે છે તેના ઉપરથી આવનાર નવા વર્ષની રાહ જોઈને વરતારો નકકી કરે છે.

પ્રાંતિજના મજરા ભૈરવનાથ ચોકમાં ઉલ્લાસભેર હોળી-ધુળેટીની ઉજવણી કરવામાં આવશે

પ્રાંતિજ તાલુકાના મજરા ગામે ભૈરવનાથ મંદિરના ચાચર ચોકમાં ઉલ્લાસભેર હોળીની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ શ્રધ્ધાળુ ભકતો દર્શન કરીને ધગધગતા અંગારા ઉપર ભૈરવદાદાના જય ઘોષ સાથે ઉઘાડા પગે ચાલે છે.

આ અંગેની વિગત એવી છે કે પ્રાંતિજના મજરા ગામે પરંપરાગત રીતે ધાર્મીક વિધી અનુસાર હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. ભૈરવનાથ મંદિરના ચાચર ચોકમાં હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારે એક હોળીમાં લાકડા અને બીજી હોળીમાં ગામમાંથી બાળકો દ્વારા બનાવેલા છાણા અને સુકુ ઘાસ નાખી હોળી પ્રગટાવામાં આવે છે. અને હોળી પ્રગટયા બાદ ધગધગતા અંગારામાં લોકો ખુલ્લા પગે ચાલીને દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે. આ પ્રસંગે ક્ષત્રિય સમાજમાં નવદંપતી કેસરિયા વાઘા પહેરી પાંચ ફેળા ફરી જળા અભિષેક કરી ધાણી અને શ્રીફળ હોમે છે. ત્યારબાદ લીમડાની ડાળીઓ પર અગ્નિનો સ્પર્શ કરી ઘરે પશુઓને ખવડાવે છે જેથી પશુઓ રોગ મુક્ત બને છે. હોળીના માતાના દર્શન કરવા માટે આસપાસના ગામોમાંથી લોકો ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button