અમલવારી: 14 સપ્ટેમ્બરથી HSRP નંબરપ્લેટ સાથેનું વાહન જ શો- રૂમમાંથી બહાર નીકળશે – InfowayTechnologies
ભુજ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
- બુધવાર સુધીમા તમામ વાહનોની પેન્ડિંગ રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરવા તાકીદ
- એપ્લાય ફોર રજીસ્ટ્રેશનની પ્લેટ લગાવવાનો ટ્રેન્ડ હવે ભૂતકાળ બની જશે
નવા વાહન ખરીદ્યા બાદ એપ્લાય ફોર રજીસ્ટ્રેશનની પ્લેટ લગાવી વાહન ચલાવવાનો ટ્રેન્ડ હવે ભૂતકાળ બની જશે કારણકે આગામી 14 સપ્ટેમ્બર ગુરુવારથી નવા નિયમની અમલવારી થવા જઈ રહી છે જેમાં દ્વિચક્રી અને ફોર વ્હિલરમાં શો-રૂમમાં ડિલિવરી લેતા વખતે જ નંબરપ્લેટ લગાવવામાં આવશે.અગાઉ આ નિયમની અમલવારી 1 જુલાઈથી થવાની હતી જેમાં સરકારે મુદત વધારતા આગામી 14 સપ્ટેમ્બરથી નવો નિયમ લાગુ થશે.
હાલે વાહન ખરીદવામાં આવે ત્યારે ડીલર દ્વારા ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરીને ફી અને ટેક્સ ભરી આરટીઓમાં ઇ- મેઇલ કરી દેવાય છે.બાદમાં ઇન્સ્પેકટર દ્વારા એપ્રુવલ અપાતા વાહનમાલિકને નંબર મળી જાય છે.જે ડીલર લગાવી આપે છે અને પસંદગીના નંબર મેળવવા હોય તો ફી ભરીને હરાજીમાં ભાગ લેવો પડે છે.શોરૂમમાંથી વાહન ખરીદીને ઘણા લોકો મહિનાઓ સુધી પ્લેટ લગાવતા નથી અને એપ્લાય ફોર રજીસ્ટ્રેશનની પ્લેટ લગાવી ફરતા હોય છે.
ઘણી વખત અકસ્માત જેવી ગંભીર ઘટનાઓમાં આરોપીની ઓળખ થઈ શકતી નથી.જેથી સરકારે નંબર પ્લેટ સબંધીત તમામ કામગીરી હવે ડીલરોને સોંપવાનો જ નિર્ણય કર્યો છે તેમજ જો ચોઇસ નંબર જોઈતા હોય તો આરટીઓમાં ફી ભરી હરાજીમાં ભાગ લેવાનો રહેશે હરાજીમાં ચોઇસ નંબર મળ્યા બાદ આરટીઓ એપ્રુવલ આપશે,નંબરપ્લેટ ડીલર લગાવી આપશે.આ સમયગાળા દરમિયાન ગાડી ફરાવી શકાશે નહીં.
નંબરપ્લેટ વગરના વાહનો ફરશે તો ડીલરની જવાબદારી નક્કી થશે
નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમમાંથી વાહન નીકળી શકશે નહીં અને તેમ છતાં એવા વાહન ફરતા જોવા મળશે તો ડીલર પર કાર્યવાહી થશે તેવી સ્પષ્ટ તાકીદ પણ કરવામાં આવી છે. આરટીઓ અને કમિશનર કચેરી દ્વારા ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવશે. અગાઉ આરટીઓ કચેરીમાં જુના વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ તૂટી ગઈ હોય તો નવી લગાવી આપવામાં આવતી અને તેનો ચાર્જ વસૂલવામાં આવતો હતો પણ એજન્સીનો કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવ્યો નથી.જેથી નવાની સાથે જુના વાહનોમાં પણ પ્લેટ સંબંધિત કામગીરી હવે ડીલર જ કરશે અને તેનો ચાર્જ વસૂલશે.
તમામ ડીલરોને ઇ-મેઈલથી જાણ કરી દેવાઈ
ઇન્ચાર્જ આરટીઓ અધિકારી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે,તા.14 સપ્ટેમ્બરથી નવા વાહનોની ડિલર પોઈન્ટ રજીસ્ટ્રેશનની અમલવારી થવાની છે અને ડિલર લેવલ રજીસ્ટ્રેશન મોડયુલ એકટીવ થઇ જશે. જેથી વાહનોનું વેચાણ કરતા ડિલરોએ તા.13 સુધીમાં શોરૂમના વાહનોની પેન્ડિંગ રજીસ્ટ્રેશનની તમામ કામગીરી પૂર્ણ કરવાની રહેશે જો તા.13 સુધી ડિલરની પેન્ડન્સી પૂર્ણ કરવામાં નહીં આવે તો રજીસ્ટ્રેશન બાબતેની જવાબદારી સબંધિત ડિલરની રહેશે.
Source link