અમદાવાદ હિટ એન્ડ રન કરનારો ત્રણ દિવસે ઝડપાયો: BMW કારથી દંપતીને ઉડાવ્યા બાદ ફરાર સત્યમ શર્મા હાથમાં આવ્યો, ક્રાઇમ બ્રાન્ચે આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી – InfowayTechnologies

અમદાવાદ5 મિનિટ પહેલા
અમદાવાદના થલતેજમાં સિમ્સ હોસ્પિટલ પાસે 3 દિવસ અગાઉ સવારના સમયે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અકસ્માત દરમિયાન એક દંપતી ઇજાગ્રસ્ત થયું હતું. કાર ચાલક સત્યમ શર્મા અકસ્માત સર્જાતા કાર દોઢ કિલોમીટર દૂર મૂકીને ફરાર થઇ ગયો હતો. ત્યારે અકસ્માત બાદ 3 દિવસથી ફરાર આરોપી સત્યમ શર્માની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે.
રાજસ્થાનથી સત્યમ શર્માની ધરપકડ
BMW હિટ એન્ડ રન કેસમાં કાર ચાલક સવારે જ અકસ્માત કરીને નાસી ગયો હતો. કાર ચાલક સત્યમ શર્મા અકસ્માત બાદ છેલ્લે પરિવાર સાથે વાતચીત કરીને ફરાર થઇ ગયો હતો. સત્યમના ઘર અને મિત્રોના ઘરે પણ પોલીસે તપાસ કરી હતી. પરંતુ પોલીસના હાથે કંઈ લાગ્યું નહોતું જેથી આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે તપાસ દરમિયાન સત્યમ અંગે જાણકારી મળતા રાજસ્થાનથી સત્યમ શર્માની ધરપકડ કરી છે.
સત્યમ શર્મા કોની મદદથી રાજસ્થાન પહોંચ્યો
સત્યમ શર્માને ધરપકડ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવ્યો છે. સત્યમ શર્મા કોની મદદથી રાજસ્થાન પહોંચ્યો હતો, તથા રાજસ્થાનમાં ક્યાં રોક્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સત્યમ શર્માને N ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપવામાં આવશે. ત્યારબાદ સોલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધાયો છે તે મામલે પણ સોલા પોલીસ ધરપકડ કરી શકે છે.

અકસ્માત સર્જી આરોપી કાર મુકી ફરાર થયો હતો.
પુત્રથી અકસ્માત થયાનું પિતાએ સ્વીકાર્યું હતું
પોલીસ તપાસમાં અગાઉ સત્યમ શર્મા સામે મારામારી સહિતના ગુના નોંધાયાની વિગતો પણ મળી આવી હતી. પોલીસ સમક્ષ આરોપીના પિતા હાજર થયા હતા અને પુત્રથી અકસ્માત થયાનો ફોન આવ્યાનું સ્વીકાર્યું હતું. ફોન પર પુત્રને ઠપકો આપતા તે કયાંક ચાલ્યો ગયાનું બિલ્ડરે પોલીસને જણાવ્યું હતું. પોલીસે આરોપીને શોધવા માટે તપાસ હાથ ધરી હતી, જેમાં આજે પોલીસને સફળતા મળી છે.

કારમાંથી ભાજપનો ખેસ અને દારૂ પણ મળી આવ્યો હતો.
શું છે સમગ્ર મામલો
અમદાવાદના સોલાની સીમ્સ હોસ્પિટલ પાસે ગત 1 માર્ચેના રોજ સવારે 09:45 વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં BMW કાર નંબર GJ-01-KV-1008ના ચાલક સત્યમ શર્મા (ઉર્ફે ભોલુ) ફૂલ સ્પીડે કાર ચલાવીને અમીત સિંઘલ અને તેમની પત્ની મેઘાબેનને અડફેટે લીધા હતા. આ બનાવવામાં દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતું. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. જો કે, અક્સમાત સર્જાતા સત્યમ શર્મા બનાવના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર કારને મુકીને નાસી ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી અને સાથે ભાજપનો ખેસ પણ કારની સીટ પર જોવા મળ્યો હતો.

આરોપી સત્યમ શર્મા રાજસ્થાનથી ઝડપાયો
કારમાંથી પોલીસને દારૂની બોટલો મળી આવી
આ મામલે એન ડિવિઝન પોલીસે ભોગ બનનાર સોલા, વેદાંત શ્રીજી લીવિંગ હોમમાં રહેતા અમીતભાઈ દેવકીનંદન સિંઘલ (ઉં.વ.44)ની ફરિયાદ લીધી હતી. અમીતભાઈ અને તેમની પત્ની મેઘાબેન બંનેને આ અકસ્માતમાં પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે બીજી બાજુ ઉપરોક્ત BMW કારમાંથી પોલીસને દારૂની બોટલ મળી આવી હતી. જો કે, આ બનાવમાં ચોકાવનારી બાબતે એ છે કે કારની ફ્રન્ટ સીટ પર ભાજપનો ખેસ મળી આવ્યો હતો. ત્યારે તે મોબાઇલમાં રેકોર્ડ ન થાય તે માટે એક પોલીસ કર્મચારી તેને છુપાવવા માટે તેની ઉપર બેસી ગયો હતો.

આરોપીના ફેસબુક પર મુકેલા વીડિયોના આધારે કારની સ્પીડ.
રોડ પર 40ની સ્પીડના બોર્ડ પણ લાગેલા છે
હેબતપુર રેલવે ઓવરબ્રિજથી સીમ્સ હોસ્પિટલ તરફના બ્રિજ પર 40ની સ્પીડના બોર્ડ પણ માર્યા છે. છતા પણ લોકો ગાડીઓ 60ની ઉપરની સ્પીડે ચલાવે છે. સીમ્સ હોસ્પિટલ તરફ બ્રિજથી ઉતરતા રોજેરોજ અકસ્માત થાય છે. બમ્પ પણ અકસ્માત થયો પછી મોડી રાત્રે બનાવ્યો છે.

અકસ્માતનો ભોગ બનનાર દંપતી.
સત્યમ પાસે અનેક લક્ઝરીયસ કારનું કલેક્શન
અક્સ્માત કરનારનું નામ સત્યમ શર્મા છે જે અમદાવાદના જાણીતા બિલ્ડર શ્રીકૃષ્ણ શર્માનો દિકરો છે. સત્યમની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. જેથી એવું પણ માની શકાય કે, અક્સ્માત સમયે સત્યમ દારૂ પીને કાર ચલાવતો હશે. સત્યમની ફેસબૂક-ઈન્સ્ટા પ્રોફાઈલ ચેક કરતા જાણવા મળ્યું કે તે એક આલીશાન જિંદગી જીવે છે તેની પાસે અનેક કારનું કલેક્શન છે. સત્યમેના પોતાની કાર પર સ્ટન્ટ કરતા વીડિયો પણ ફેસબૂક પર અપલોડ કર્યા છે. BMW સિવાય તેની પાસે મહિન્દ્રાની SUV,ટોયોટા, હ્યુન્ડાઈ સહિત અનેક લક્ઝરીયસ કારનું કલેક્શન છે. 2016થી સત્યમ RSS સાથે જોડાયેલો છે.

આરોપી સત્યમ શર્મા ફાયરિંગના વીડિયો પણ સોશિયલ મીડિયા પર મુકતો.
Source link