અમદાવાદીઓ ચેતજો!: બોપલના પાપા લુઈસ પીઝા રેસ્ટોરન્ટમાં ગાર્લિક બ્રેડમાંથી જીવાત નીકળી, ગંદકી અને લાયસન્સ વગર જ રેસ્ટોરન્ટ ચલાવતાં સીલ મારવામાં આવ્યું – InfowayTechnologies
અમદાવાદ14 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમદાવાદ શહેરમાં અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. હોટલના રસોડામાં ગંદકીના કારણે ખાવામાં જીવાત વગેરે વસ્તુ પડી જતી હોય છે ત્યારે શહેરના બોપલ વિસ્તારમાં આવેલા પાપા લુઈસ પીઝામાં ખાવા ગયેલા એક વ્યક્તિના પીઝામાંથી જીવાત નીકળી હોવાના ફોટો-વીડિયો સામે આવ્યા હતા. યુવકે પીઝા અને ગાર્લિક બ્રેડ સહિતની વસ્તુ જ્યારે ખાવા માટે લીધી ત્યારે તેમાં જીવાત જોવા મળી હતી. આ મામલે જ્યારે તેઓએ ફરિયાદ કરી અને બિલ માંગ્યું તો પાણીનું બિલ આપ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ વિભાગની ટીમ દ્વારા પાપા લુઈસ પીઝા રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ ગંદકી અને લાઇસન્સ વગર ચલાવવામાં આવતું હતું. જેના પગલે ફૂડ વિભાગની ટીમ દ્વારા પાપા લુઈસ પીઝા રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે.

ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળતા બિલ માફ કરી દીધું
મળતી માહિતી મુજબ શહેરના બોપલ વિસ્તારમાં બ્રિજ નીચે પાપા લુઈસ પીઝા આવેલું છે. આજે બપોરે સાણંદ વિસ્તારમાં રહેતો રાવલ હેત્વર્થ યુવક પોતાના મિત્ર સાથે પાપા લુઈસ પિઝામાં જમવા માટે ગયો હતો. તેઓએ અનલિમિટેડ પીઝા ખાધું હતું. પોટેટો ફ્રાય, પીઝા, ગાર્લિક બ્રેડ સહિતની વસ્તુ ખાધી હતી. તે દરમિયાન ખાવાની વસ્તુઓમાં નહિવત ગુણવત્તા અને જીવાત જોવા મળી હતી. ખાવાની વસ્તુમાં જીવાત જોવા મળતા તેઓએ ખાવાનું પણ તપાસ્યું હતું તો તેમાં કેટલાક સડેલા બટેકા હોવાથી પણ જાણવા મળ્યું હતું. આ મામલે પાપા લુઈસ પીઝા આઉટલેટના સ્ટાફને ફરિયાદ કરી હતી અને જમવા માટેનું બિલ માંગ્યું હતું તો તેઓને જમવાનું બિલ તેઓને આપ્યું નહોતું. ફુડ બિલ માફ કરી દીધું હોવાનું કહી અને માત્ર પાણીની બોટલના 30 રૂપિયાનું જ બિલ આપ્યું હતું.

રેસ્ટોરન્ટ પાસે ફૂડ લાયસન્સ જ નથી
આ મામલે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરવામાં આવતા ફૂડ વિભાગની ટીમ પાપા લુઈસ પિઝા રેસ્ટોરન્ટ પર પહોંચી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા રેસ્ટોરન્ટના રસોડા વગેરે જગ્યાએ તપાસ કરી તો ખૂબ જ ગંદકી જોવા મળી હતી. અનહાઇજેનિક કન્ડિશન જોવા મળતા ફૂડ વિભાગની ટીમ પણ ચોંકી ઉઠી હતી. તેઓની પાસે ફૂડનું લાઇસન્સ માંગવામાં આવ્યું હતું પરંતુ, પાપા લુઈસ પીઝા સેન્ટર દ્વારા લાયસન્સ લેવામાં આવ્યું નહોતું. જેથી, અનહાઇજેનિક કન્ડિશન અને લાયસન્સ વગર ચાલતી આ રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવી હતી.

બ્રાન્ડેડ ફૂડ આઉટલેટમાં લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં
અમદાવાદ શહેરમાં અવારનવાર આવા બ્રાન્ડેડ પીઝાના આઉટલેટ અથવા રેસ્ટોરન્ટ અને હોટલમાં જમવા માટે લોકો જતા હોય છે ત્યારે કોઈપણ જીવાત કે અન્ય ચીજવસ્તુઓ નીકળતી હોય છે. ફૂડ સેફટીના નિયમોનું પાલન કરવાનું હોય છે પરંતુ, કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટ અથવા તો આવા બ્રાન્ડેડ ફૂડ આઉટલેટ કોઈ પણ પ્રકારના સેફટીના નિયમોનું પાલન કરતું નથી. હોટલના રસોડામાં ગંદકી જોવા મળતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ ચેકિંગની મોટી-મોટી વાતો કરે છે ત્યારે માત્ર તેઓને દંડ લઈ અને છોડી મૂકવામાં આવે છે. હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો પણ માત્ર સામાન્ય દંડ ભરી અને પોતે છૂટી ગયા હોય તેવી રીતે બાદમાં આ જ પરિસ્થિતિ રાખતા હોય છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય છે.
Source link